RR vs SRH Cricket Score Updates: આઈપીએલ 2024, રાજસ્થાન વિ. હૈદરાબાદ ક્વોલિફાયર 2 સ્કોર : આઈપીએલ 2024ના ક્વોલિફાયર-2 મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 7 વિકેટે 139 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે હૈદરાબાદે ફાઈનલમાં પવેશ કર્યો છે. હવે તે 26 મે ના રોજ ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. પરાજય સાથે રાજસ્થાનના અભિયાનનો અંત આવ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.





