Champions Trophy 2025 SA vs NZ Semi Final Live Streaming: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આજે લાહોરમાં દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ સેમી ફાઇનલ જંગ ખેલાશે. બંને ટીમો જીતી ફાઇનલમાં પ્રવેશ કરવા માટે ઉત્સુક છે. અહીં નોંધનિય છે કે, મંગળવારે દુબઇ ખાતે પ્રથમ સેમી ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં જે ટીમ જીતશે એ ભારત સામે ફાઇનલમાં ટકરાશે.
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી સેમી ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 માર્ચ, બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને દેશોએ અગાઉ પણ આ ટ્રોફી જીતી છે. દક્ષિણ આફ્રિકા 1998 માં અને ન્યૂઝીલેન્ડ 2000 માં ચેમ્પિયન બન્યું હતું. જોકે એ વખતે આ ટુર્નામેન્ટને આઇસીસી નોક આઉટ ટ્રોફી કહેવામાં આવતી હતી.
દક્ષણિ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ટીમ
દક્ષિણ આફ્રિકા
રેયાન રિકેલટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વેન ડુસેન, હેનરિક ક્લાસન (વિકેટકિપર), ડેવિડ મિલર, એડન માર્કરામ (કેપ્ટન), વિયાન મુલ્ડર, માર્કો યાનસેન, કેશવ મહારાજ, કગિંસા રબાડા, લુંગી એનગિડી, ટેમ્બા બાવુમા, કોર્બિન બોશ, તબરેજ શમ્સી, જ્યોર્જ લિંડે, ટોની ડી જોરજી
ન્યૂઝીલેન્ડ
વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકિપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેંટનર (કેપ્ટન), મેટ હેનરી, કાઇલ જૈમીસન, વિલિયમ ઓરુર્કે, જૈકબ ડફી, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, નાથન સ્મિથ
આ પણ વાંચો । વિરાટ કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો
મેચ લાઇવ સ્ટ્રિમિંગ ક્યાં જોવું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ સેમી ફાઇનલ મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ) અને સ્પોર્ટ્સ 18 નેટવર્ક (સ્પોર્ટ્સ 18- 1, સ્પોર્ટ્સ 18- 1 એચડી, સ્પોર્ટ્સ18- 3, સ્પોર્ટ્સ18- 2) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત JioHotstar એપ પર તમે લાઇવ સ્ટ્રિમિંગ જોઇ શકો છો.