Sachin Tendulkar Net Worth And Income : સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. ક્રિકેટની વાત કરવામાં આવે ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ જરૂર લેવાય છે. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સચિન તેંડુલકરે તેની ક્રિકેટ કારકિર્દીમાં 100 સદી ફટકારી છે અને 200થી વધુ ટેસ્ટ મેચ રમી છે. 24 એપ્રિલ 2024ના રોજ માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરે 51મો જન્મદિવસ ઉજવ્યો છે.
સચિન તેંડુલકરે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા અને ક્રિકેટ ઇતિહાસમાં તેનું નામ કાયમ માટે અંકિત કર્યું. તેંડુલકરે ભલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પણ તેમની બ્રાન્ડ વેલ્યુ હજુ પણ અકબંધ છે. આજે અમે તમને સચિન તેંડુલકરના કરોડોના ઘર, કાર કલેક્શન અને સંપત્તિ વિશે વિશે જણાવીશું
સચિન તેંડુલકર ની સંપત્તિ (Sachin Tendulkar Net Worth)
સચિન તેંડુલકરે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. માસ્ટર બ્લાસ્ટર તેમના ક્રિકેટ કરિયર દરમિયાન અને પછી પણ અદભૂત કમાણી કરવાનું ચાલુ રાખે છે. તેમનું નામ વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023 સુધી તેની નેટવર્થ 17.5 કરોડ ડોલર (લગભગ 1436 કરોડ રૂપિયા) હતી. કરોડોની સંપત્તિથી તમે સચિનની બ્રાન્ડ વેલ્યૂનો અંદાજો લગાવી શકો છો.
સચિન તેંડુલકર ક્યાંથી કમાણી કરે છે? (Sachin Tendulkar Income)
સચિન તેંડુલકરની આવકનો સૌથી મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. તે હજી પણ એક લોકપ્રિય જાણીતું નામ છે અને લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. બજારમાં તેમના ચહેરાનું મૂલ્ય હોય છે અને તેના કારણે કંપનીઓ તેમના પર ભરોસો કરે છે. સચિને પેપ્સી, કેસ્ટ્રોલ ઇન્ડિયા, અનકેડેમી, બૂસ્ટ, સનફિસ્ટ, એમઆરએફ ટાયર્સ, લુમિનોડ ઇન્ડિયા, અવિવા ઇન્શ્યોરન્સ, બીએમડબલ્યુ, એડિડાસ, વિઝા, સાન્યો, ફિલિપ્સ, સ્પિની, બીપીએલ વગેરે જેવી ઘણી મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી છે. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દર વર્ષે 20-22 કરોડ રૂપિયાની જંગી કમાણી કરે છે.
સચિન તેંડુલકર નો બિઝનેસ (Sachin Tendulkar Business)
સચિન તેંડુલકર માત્ર જાહેરાતોથી જ નહીં પરંતુ ઘણા બિઝનેસ માંથી પણ સારી કમાણી કરે છે. તેઓ ગારમેન્ટ અને રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમની ક્લોથિંગ બ્રાન્ડ ટ્રુ બ્લુને 2015માં અમેરિકા અને યુકેમાં લોન્ચ કરવામાં આવી હતી. સાથે જ તેની પાસે મુંબઈ અને બેંગ્લોરમાં સચિન એન્ડ તેંડુલકરના નામે રેસ્ટોરાં પણ છે, જે ઘણી લોકપ્રિય છે.
સચિન તેંડુલકર નું કાર કલેક્શન (Sachin Tendulkar Car Collection)
સચિન તેંડુલકરને ક્રિકેટની સાથે સાથે મોંઘીદાટ કારનો ખૂબ શોખ છે. તેમના કાર કલેક્શનમાં એકથી વધુ મોંઘીદાટ કાર છે. રિપોર્ટ અનુસાર સચિન તેંડુલકર Ferrari 360 Moden, BMW 7 Series, BMWi8, Nissan GT-R, Audi Q7, BMW M6 Gran Coupe, BMW M5 30 Jahre और 750Li M Sportના માલિક છે.
આ પણ વાંચો | કૌન બનેગા કરોડપતિ સિઝન 16 આ તારીખથી શરૂ થશે, અમિતાભ બચ્ચનએ શેર કરી તસવીર
સચિન તેંડુલકર રહે છે 100 કરોડના ઘરમાં (Sachin Tendulkar House Velue)
સચિન તેંડુલકર વૈભવી જીવન જીવે છે અને તેમની પાસે ઘણા મોંઘા અને વૈભવી ઘરો છે. મુંબઈના મોંઘા બાન્દ્રા વિસ્તારમાં તેમનો લગભગ 100 કરોડનો આલીશાન બંગલો છે. આ ઘરને માસ્ટર બ્લાસ્ટરે વર્ષ 2007માં લગભગ 40 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ ઉપરાંત બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં તેમનો મોંઘો ફ્લેટ પણ છે. સચિનનું કેરળમાં એક આલીશાન ઘર પણ છે, જેની કિંમત કરોડો રૂપિયા છે. અહેવાલો અનુસાર, સચિન લંડનમાં એક મોંઘું ઘર પણ ધરાવે છે.