ગુરુના કાર્યક્રમમાં સચિન તેંડુલકરનો હાથ છોડવા માંગતો ન હતો વિનોદ કાંબલી, જુઓ દોસ્તીનો VIDEO

Sachin Tendulkar Vinod Kambli Video : દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના સ્મારકના અનાવરણ દરમિયાન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી મળ્યા હતા. બન્ને વચ્ચે હાથ મિલાવવાનું દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે

Written by Ashish Goyal
Updated : December 04, 2024 17:20 IST
ગુરુના કાર્યક્રમમાં સચિન તેંડુલકરનો હાથ છોડવા માંગતો ન હતો વિનોદ કાંબલી, જુઓ દોસ્તીનો VIDEO
સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી વચ્ચે એક સેરેમનીમાં મુલાકાત થઇ હતી (તસવીર - એએનઆઈ)

Sachin Tendulkar Vinod Kambli Video : દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના બે પ્રસિદ્ધ શિષ્યો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી મંગળવારે મુંબઈમાં પોતાના કોચના જન્મદિવસે તેમના સ્મારકના અનાવરણ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી વચ્ચે હાથ મિલાવવાનું દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

વીડિયોમાં વિનોદ કાંબલી એકદમ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો. તેમની હાલત જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વીડિયો પર કોમેન્ટ કરવામાં આવી હતી કે કાંબલીના જમાનામાં પણ આઇપીએલ થવી જોઈતી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન તેંડુલકર કાંબલી પહોંચે છે. બંને હાથ મિલાવે છે. આ પછી કાંબલી તેંડુલકરનો હાથ છોડતો નથી.

એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરેલા વીડિયો પર એક યુઝર્સે ટિપ્પણી કરી કે દુ:ખદ, ખૂબ જ દુ:ખદ, કાશ તે સમયે આઈપીએલ હોત. અન્ય એક યુઝરે લખ્યું કે ચેમ્પિયનને આ રીતે જોઈને દુ:ખ થયું. પૃથ્વી શો આ વાત પર ધ્યાન આપે. કાંબલીને આ રીતે જોવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

સચિન તેંડુલકર અને કાંબલી વચ્ચે 664 રનની ભાગીદારી

સચિન તેંડુલકર અને કાંબલીએ હેરિસ શિલ્ડ મેચમાં તેમની શાળા શારદાશ્રમ વિદ્યામંદિર માટે 664 રનની ભાગીદારી નોંધાવી ત્યારે પ્રથમ વખત હેડલાઇન્સ આવ્યા હતા. બંનેએ મેચમાં અણનમ ત્રેવડી સદી ફટકારી હતી. ત્યારે રમાકાંત આચરેકર તેમના કોચ હતા. 2019માં તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચો – ગુજરાતના ઉર્વિલ પટેલે 36 બોલમાં સદી ફટકારી, ટી-20નો આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

તેંડુલકર અને કાંબલીની કારકિર્દી પર એક નજર

સચિન તેંડુલકરે 200 ટેસ્ટ અને 463 વન ડેમાં કારકિર્દી દરમિયાન ક્રિકેટિંગ આઇકોન તરીકેની ઓળખ ઉભી કરી હતી. જેમાં 100 આંતરરાષ્ટ્રીય સદી અને અન્ય ઘણા વિશ્વ વિક્રમોનો સમાવેશ થાય છે. પરંતુ કાંબલીનું કરિયર આવું રહ્યું ન હતું. શાનદાર શરૂઆત બાદ તે 104 વન ડે અને માત્ર 17 ટેસ્ટ જ રમી શક્યો હતો. જેમાં ટેસ્ટમાં બે બેવડી સદી સામેલ છે. તેણે રેડ બોલ ફોર્મેટમાં 1084 રન બનાવ્યા હતા. વન ડેમાં તેણે બે સદી સહિત 2477 રન ફટકાર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ