/indian-express-gujarati/media/media_files/2026/01/02/sai-sudharsan-2026-01-02-21-30-03.jpg)
સાઇ સુદર્શનને મધ્ય પ્રદેશ સામેની વિજય હઝારે ટ્રોફીની મેચ દરમિયાન પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું Photograph: (@sais_1509)
ipl 2026 gujarat titans : આઈપીએલ 2026 પહેલા ભારતના યુવા બેટ્સમેન સાઈ સુદર્શન અને ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. મધ્ય પ્રદેશ સામેની વિજય હઝારે ટ્રોફીની મેચ દરમિયાન પાંસળીમાં ફ્રેક્ચર થયા બાદ સાઈ સુદર્શન એક મહિનાથી વધુ સમય માટે ટીમની બહાર રહે તેવી શક્યતા છે.
24 વર્ષીય આ ખેલાડી તામિલનાડુની બાકીની વિજય હઝારે ટ્રોફી અને રણજી ટ્રોફીની બાકીની મેચો માટે ફિટ થાય તેવી શક્યતા નહિવત્ છે. જોકે તે આઇપીએલમાં ગુજરાત ટાઈટન્સ માટે ઉપલબ્ધ રહેશે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી હતી.
રન પૂરો કરવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો
અમદાવાદમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની મેચમાં મધ્ય પ્રદેશ સામે તમિલનાડુ તરફથી બેટીંગ કરતી વખતે સાઈ સુદર્શનને ડાઈવ લગાવીને કરીને રન પુરો કરતી વખતે જમણી પાંસળીના આગળના ભાગમાં ફ્રેક્ચર થયું હતુ. સાઈ સુદર્શન હાલ ભારતની વ્હાઈટ બોલ ટીમનો ભાગ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાંઈ સુદર્શને 29 ડિસેમ્બરે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો અને સ્કેન રિપોર્ટમાં જમણી બાજુએ સાતમી પાંસળીના આગળના એન્ટીરિયર કોર્ટેક્સમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું. તે જગ્યા પર તેને ફ્રેક્ચર થયું હતું તે જ સ્થાન છે જ્યાં તેને ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં પ્રથમ નેટ સત્ર દરમિયાન ઈજા થઈ હતી.
સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ)ના મેડિકલ રિપોર્ટ અનુસાર સાંઈ હાલમાં શરીરના નીચેના ભાગની તાકાત અને કન્ડિશનિંગ પર કામ કરી રહ્યો છે. ઇજાગ્રસ્ત પાંસળીની સુરક્ષા માટે સલામતીના યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તેમના માટે સારું કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમનો 2026નો કાર્યક્રમ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી સાતથી 10 દિવસમાં અપર બોડીની તાલીમ શરૂ કરવામાં આવશે. જ્યારે ગંભીર લક્ષણો ઓછા થઈ જાય છે, ત્યારે ઉપલા શરીરની તાલીમ શરૂ કરવામાં આવશે.
ઇજાઓ ઠીક થવામાં 8 સપ્તાહ લાગી શકે છે
તે પણ સમજાય છે કે આવી ઇજા સામાન્ય રીતે સંપૂર્ણ રીતે ઠીક થવામાં 6 થી 8 અઠવાડિયાનો સમય લાગે છે. ટેસ્ટ ક્રિકેટમાં સાઈ સુદર્શનનો દેખાવ અત્યાર સુધી પડકારજનક રહ્યો છે. તે તેની 11માંથી નવ ટેસ્ટ ઈનિંગમાં અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us