Sakshi Malik: સાક્ષી મલિકનો કુસ્તીમાંથી સંન્યાસ; બ્રજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ WFIની અધ્યક્ષ ચૂંટણી જીત્યા બાદ મહિલા કુસ્તીબાજનો મોટો નિર્ણય

Sakshi Malik Retirement After WFI Chief Election: ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. નોંધનિય છે કે, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજ ખેલાડીઓએ WFIના બ્રજભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

Written by Ajay Saroya
December 21, 2023 17:31 IST
Sakshi Malik: સાક્ષી મલિકનો કુસ્તીમાંથી સંન્યાસ; બ્રજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ WFIની અધ્યક્ષ ચૂંટણી જીત્યા બાદ મહિલા કુસ્તીબાજનો મોટો નિર્ણય
સાક્ષી મલિક ભારતના મહિલા કુસ્તીબાજ છે. (Photo - @SakshiMalik)

Sakshi Malik Retirement From Wrestling : સાક્ષી મલિક નિવૃત્તિ: ભારતની 31 વર્ષીય મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી. ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવનાર આ મહિલા રેસલર હવે મેદાનમાં કુસ્તીબાજ કરતી જોવા નહીં મળે. વાસ્તવમાં, તેમણે આ નિર્ણય બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સાથી ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બન્યા પછી તરત જ લીધો છે

સાક્ષીએ રડતાં રડતાં કહ્યું, શોષણ માટે તૈયાર રહો

સાક્ષી મલિકે રડતાં કહ્યું, જે આજે ફેડરેશનના પ્રમુખ બન્યા છે… અમને ખબર હતી કે તે પ્રમુખ બનશે. તે બ્રિજભૂષણને પુત્ર કરતાં પણ વહાલા છે… અત્યાર સુધી પડદા પાછળ જે થતું હતું તે હવે ખુલ્લેઆમ થશે, અમે અમારી લડાઈમાં સફળ નથી થયા. અમે અમારી વાત દરેકને જણાવી છે. આખો દેશ જાણીતો હોવા છતાં યોગ્ય વ્યક્તિ પ્રમુખ બની શક્યો નથી. હું આપણી આવનારી પેઢીઓને કહેવા માંગુ છું કે શોષણ માટે તૈયાર રહે.

રમત મંત્રાલયે પોતાનું વચન તોડ્યું

બજરંગ પુનિયાએ કહ્યું, રમત મંત્રાલયે વચન આપ્યું હતું કે WFI બહારથી કોઈ ફેડરેશનમાં આવશે. આખી સિસ્ટમ જે રીતે કામ કરી રહી છે મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આપણા દેશમાં ન્યાય બચ્યો નથી, તે માત્ર અદાલતોમાં જ મળશે, અમે પણ લડ્યા છીએ, આવનારી પેઢીઓએ વધુ લડવું પડશે. સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું નથી.

સંજય સિંહ બન્યા WFIના નવા અધ્યક્ષ

સંજય સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના નવા અધ્યક્ષ બન્યા છે. તેઓ ગોંડાથી ભાજપના સાંસદ અને ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણ શરણ સિંહની નજીક છે. સંજય સિંહે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ માટે 21 ગુરુવાર, 2023ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમણે પૂર્વ મહિલા કુસ્તીબાજ અનીતા શ્યોરાણને હરાવ્યા છે.

રેસિંગ ફેડરેશનના અધ્યક્ષની ચૂંટણીમાં કુલ 47 લોકોએ મત આપ્યા હતા જેમાંથી 40 મત સંજય સિંહની તરફેણમાં હતા. તો રેસલિંગ ફેડરેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દેવેન્દ્ર કાર્તિયાન અને સચિવ તરીકે પ્રેમ ચંદ લોજબ ચૂંટાયા છે. તેઓ અનીતા શ્યોરાણા જૂથના હોવાનું માનવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ