પાકિસ્તાન ક્રિકેટર્સની સેલરી થશે ચાર ગણી, હવે કરોડો કમાશે બાબર આઝમ અને તેમના સાથી પરંતુ ભારતીઓથી ક્યાંય પાછળ

PCB to hike players salary : ઇએસપીએન ક્રિક ઇન્ફો પ્રમાણે પીસીબીનો વાર્ષીક કાર જૂન મહિનામાં પુરો થઇ જાય છે. નવા વર્ષની સાથે જ પીસીબીએ એ ગ્રેડ ના ખેલાડીઓને મળનારા પગારમાં વધારો કર્યો છે.

PCB to hike players salary : ઇએસપીએન ક્રિક ઇન્ફો પ્રમાણે પીસીબીનો વાર્ષીક કાર જૂન મહિનામાં પુરો થઇ જાય છે. નવા વર્ષની સાથે જ પીસીબીએ એ ગ્રેડ ના ખેલાડીઓને મળનારા પગારમાં વધારો કર્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Shaheen Shah Afridi, Pakistan Cricket team, PCB to hike players salary

પાકિસ્તાની ક્રિકેટર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે મોટો નિર્ણય લીધો હતો. અને પોતાના ટોપ ખેલાડીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડે ખેલાડીઓના પગારમાં ઐતિહાસિક વૃદ્ધી કરી છે. ઇએસપીએન ક્રિક ઇન્ફો પ્રમાણે પીસીબીનો વાર્ષીક કાર જૂન મહિનામાં પુરો થઇ જાય છે. નવા વર્ષની સાથે જ પીસીબીએ એ ગ્રેડ ના ખેલાડીઓને મળનારા પગારમાં વધારો કર્યો છે.

Advertisment

પીસીબીએ વધારો પગાર

પીસીબીએ એ ગ્રેડના ત્રણ ખેલાડીઓના નામનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ, સ્ટાર બેસ્ટેમેન મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીનો સમાવેશ થાય છે. નવા વર્ષથી આ ખેલાડીઓનો દર મહિને 15900 ડોલર એટલે કે લગભગ 13 લાખ રૂપિયા આપવામાં આવશે. આનો મતલબ છે કે આ ખેલાડીઓને વાર્ષીક 1.5 કરોડ રૂપિયા મળશે. પહેલા તેમને દર મહિને 4700 ડોલર એટલે 46 લાખ રૂપિયા વાર્ષીક મળતો હતો.

ભારતીય ખેલાડીઓથી છે પાછળ પાકિસ્તાની ખેલાડીઓ

ભારતમાં ટોપ ગ્રેડ એ પ્લસ છે જેમાં ચાર ખેલાડી છે. આ ગ્રેડમાં એ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે જે ત્રણે ફોર્મેટનો ભાગ હોય. અત્યારના કરાર પ્રમાણે એ પ્લસ ગ્રેડમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. બીસીસીઆઈ એ પ્લસ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વાર્ષીક સાત કરોડ રૂપિયા આપે છે.

પાકિસ્તાની ખેલાડીઓ કરોડપતિ બની ગયા પરંતુ તેઓ હજી પણ ભારતીય ખેલાડીઓથી ખુબ જ પાછળ છે. ઇન્ગલેન્ડના ખેલાડી પગાર મામલે ભારતથી પણ આગળ છે. તેઓ ટોપ ગ્રેડ ખેલાડીઓને લગભગ વાર્ષીક 10 કરોડ રૂપિયા આપે છે.

Advertisment
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ