Sania Mirza Net Worth: અંબાણી પરિવારની વહુઓ કરતાં અમીર છે સાનિયા મિર્ઝા, સંપત્તિ જાણી ચોંકી જશો

Sania Mirza Net Worth: પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દેશના અમીર સૌથી અમીર અંબાણી પરિવારની વહુઓ કરતાં પણ વધુ સંપત્તિ ધરાવે છે, સૌથી નાની ઉંમરે પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર સાનિયા મિર્ઝાની નેટવર્થ જાણી તમે પણ ચોંકી જશો.

Sania Mirza Net Worth: પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દેશના અમીર સૌથી અમીર અંબાણી પરિવારની વહુઓ કરતાં પણ વધુ સંપત્તિ ધરાવે છે, સૌથી નાની ઉંમરે પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર સાનિયા મિર્ઝાની નેટવર્થ જાણી તમે પણ ચોંકી જશો.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Sania Mirza Net Worth | સાનિયા મિર્ઝા સંપત્તિ નેટવર્થ

Sania Mirza Net Worth: સાનિયા મિર્ઝા પૂર્વ ટેનિસ સ્ટાર કરોડોની આસામી

Sania Mirza Net Worth: સાનિયા મિર્ઝા વિશ્વની ટોચની સફળ ટેનિસ ખેલાડીઓ પૈકીની એક છે. ખેલ કૂદ જગતમાં સાનિયા મિર્ઝાનું નામ આજે પણ ગૂંજી રહ્યું છે. ડબલ્સમાં તો તેણી નંબર એક સ્થાન પર રહી ચૂકી છે. વિમેન્સ ડબલ્સ અને મિકસ્ડ ડબલ્સમાં તેણીએ કૂલ 6 ટાઇટલ પણ જીત્યા છે. માર્ટીના હિંગીસ સાથેની તેની જોડી દુનિયામાં અવ્વલ નંબરની જોડી તરીકે પણ જાણીતી છે. રમતની સાથે લગ્ન, તલાક અને લવ અફેરને લઇને ચર્ચામાં રહેનાર સાનિયા મિર્ઝા હાલમાં સંપત્તિને લઇને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સાનિયા મિર્ઝાની નેટવર્થ દેશના સૌથી અમીર અંબાણી પરિવારની વહુઓ કરતાં પણ વધુ છે.

Advertisment

સાનિયા મિર્ઝાની નેટવર્થ અંગે વાત કરતાં પહેલા એના અંગત જીવન અંગે જાણીએ તો પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.સાનિયાને એક પુત્ર ઇજહાન પણ છે. જોકે શોએબ મલિક સાથેનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં અને બંનેએ તલાક લીધા હોવાના મીડિયા રિપોર્ટ છે. જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોનાર સાનિયા મિર્ઝા પોતાના કરિયર અને બિઝનેસમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે અને આજે કરોડોની આસામી છે.

સાનિયા મિર્ઝા વાર્ષિક આવક રૂ. 25 કરોડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાનિયા મિર્ઝાની નેટવર્થ અંદાજે 26 મિલિયન ડોલર એટલે કે અંદાજે 216 કરોડ રુપિયા છે. એવું કહેવાય છે કે, વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્ય આવક સ્ત્રોતમાંથી તેણીની વાર્ષિક આવક અંદાજે 25 કરોડ રૂપિયા છે. તેણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, પર્સનલ ઇનવેસ્ટમેન્ટ અને અન્ય બિઝનેસ વેન્ચર ધરાવે છે જેમાંથી તેણીને મોટી આવક થઇ રહી છે.

સાનિયા મિર્ઝા ઘણી મોટી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. એશિયન પેઈન્ટ્સ, લેકમે, Hershey's અને Danube Propertise સહિત અનેક બ્રાન્ડ સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત સાનિયા પોતાનો બિઝનેસ પણ ધરાવે છે. ભારત અને દુબઇમાં તેણીની સાનિયા મિર્ઝા ટેનિસ એકેડેમી પણ ચાલે છે.

Advertisment

સાનિયા મિર્ઝા ઘણી લક્ઝ્યુરિયસ લાઇફ જીવી રહી છે. ભારત અને દુબઇમાં તેણીના આલીશાન ઘર છે. રિઅલ એસ્ટેટ વ્યવસાયમાં પણ તેણી હિસ્સો ધરાવે છે. હૈદરાબાદમાં સાનિયા પાસે આલીશાન ઘર છે જેની કિંમત અંદાજે 13 કરોડ રુપિયા માનવામાં આવી રહી છે. સાનિયાના ઘર અદ્યતન અને ઘણા વૈભવી છે.

સાનિયા મિર્ઝા કારની પણ શોખીન છે. તેણી પાસે વૈભવી ઘર જ નહીં પરંતુ એક એકથી ચડિયાતી કાર કલેકશન છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાનિયા મિર્જા પાસે BMW 7 સીરીઝ કાર છે જેની કિંમત અંદાજે 1.70 કરોડ રુપિયા છે. આ ઉપરાંત તેની પાસે રેન્જ રોવર ઇવોક પણ છે જેની કિંમત અંદાજે 73 લાખ રુપિયા છે. આ ઉપરાંત તેની પાસે 47 લાખની કિંમતની જેગુઆર એક્સઇ પણ છે.

અંબાણી પરિવારની વહુ કરતાં અમીર

સાનિયા મિર્ઝાની કરોડોની નેટવર્થ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી પરિવારની થનાર નાની વહુ અને અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટની હાલની નેટવર્થ અંદાજે 10 કરોડ રુપિયા છે. જ્યારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા જે હિરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે. જેની અંદાજિત નેટવર્થ 18 મિલિયન ડોલર એટલે કે અંદાજે 120 કરોડ રુપિયા છે. જેની સામે સાનિયા મિર્ઝાની નેટવર્થ 26 મિલિયન ડોલર એટલે કે અંદાજે 216 કરોડ રુપિયા છે.

અનંત રાધિકા બિઝનેસ મુકેશ અંબાણી સ્પોર્ટ્સ