સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગ, 1 બોલમાં 13 રન ફટકાર્યા! જુઓ Video

KCL 2025 : કેરળ ક્રિકેટ લીગમાં સંજુ સેમસને થ્રિસુર ટાઇટન્સ સામે માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તેણે 4 ફોર અને 9 સિક્સર ફટકારી

Written by Ashish Goyal
August 26, 2025 23:27 IST
સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગ, 1 બોલમાં 13 રન ફટકાર્યા! જુઓ Video
સંજુ સેમસન હાલ કેરળ ક્રિકેટ લીગમાં રમી રહ્યો છે (KCA)

KCL 2025 : સંજુ સેમસન જ્યારથી કોચી બ્લૂ ટાઇગર્સ માટે ઓપનર તરીકે પ્રમોટ થયો છે ત્યારથી તે કેરળ ક્રિકેટ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સંજુ સેમસને એક અનોખી કમાલ કરતા મંગળવારે થ્રિસુર ટાઇટન્સ સામેની મેચમાં માત્ર 1 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ ઘટના સિજોમન જોસેફ દ્વારા ફેકવામાં આવેલી 5મી ઓવરમાં બની હતી.

સેમસને 1 બોલમાં 13 રન ફટકાર્યા

આ ઓવરના ચોથા બોલ પર સેમસને ડીપ એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારી હતી. આ બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. પછીના ફ્રી હીટ બોલ પર સેમસને ડીપ એક્સ્ટ્રા કવર પર વધુ એક સિક્સર ફટકારી હતી. એટલે કે માત્ર એક માન્ય બોલમાં 13 રન બનાવ્યા હતા.

થ્રિસુર ટાઇટન્સ સામે સંજુ સેમસને માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તેણે 4 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. અને કોચી બ્લુ ટાઈગર્સને 20 ઓવરમાં 188ના સ્કોર સુધી પહોંચાડયું હતુ.

KCL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

જુલાઈમાં યોજાયેલી હરાજીમાં સંજુ સેમસનને કોચી બ્લુ ટાઈગર્સે 26.8 લાખમાં ખરીદ્યો હતો. તે લીગના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. સંજુ સેમસનની બેઝ પ્રાઈઝ રુપિયા 3 લાખ હતી અને બોલી બાદ કોચીએ તેની રુપિયા 50 લાખની રકમમાંથી અડધાથી વધુ રકમ ખર્ચીને તેને ટીમમાં સામેલ કર્યો હતો. સંજુએ તેની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પ્રાધાન્ય આપવા માટે લીગની છેલ્લી આવૃત્તિમાં ભાગ લીધો ન હતો.

શું સેમસન એશિયા કપમાં ઓપનર તરીકે રમશે?

ટી-20 ટીમમાં શુભમન ગિલની વાઈસ કેપ્ટન તરીકે વાપસીને કારણે સંજુ સેમસન એશિયા કપમાં ઓપનર તરીકેનું સ્થાન ગુમાવી શકે છે તેવા અહેવાલો વહેતા થયા છે. પરંતુ કેરળના આ બેટ્સમેને સતત બે ઈનિંગમાં બતાવી દીધું છે કે તે આ સ્થાન માટે એકદમ યોગ્ય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ