Sanju Samson: સંજુ સેમસને 2024માં ત્રીજી સદી ફટકારીને રોહિત, બાબર, મેક્સવેલ, સૂર્યકુમારને પાછળ છોડ્યા, ભારતીય કેપ્ટને બનાવ્યો નવો રેકોર્ડ

Sanju samson R20 Ranking Record: સંજુ સેમસને વર્ષ 2024માં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી અને તે ભારત તરફથી એક વર્ષમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 3 સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો અને ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધો હતો.

Sanju samson R20 Ranking Record: સંજુ સેમસને વર્ષ 2024માં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી અને તે ભારત તરફથી એક વર્ષમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 3 સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો અને ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
sanju samson t20 ranking record | sanju samson cricket record | sanju samson

Sanju Samson: સેજુ સેમસન ભારતીય ક્રિકેટર છે. (Photo: @imsanjusamson)

Sanju samson R20 Ranking Record: ભારતીય ક્રિકેટર સંજુ સેમસન શાનાદર પ્રદર્શન કરી રહ્યો છે. સંજુ સેમસનને અગાઉ વધુ તક મળી રહી ન હતી, પણ જ્યારે તેને સતત રમવાની તક આપવામાં આવી હતી અને જ્યારે ભારતીય પસંદગીકારોએ તેનામાં આત્મવિશ્વાસ દર્શાવ્યો ત્યારે તે પણ તે ભરોસા પર સંપૂર્ણપણે ટકી રહ્યો હતો અને તેનું તાજું ઉદાહરણ ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ હતો જેમાં સંજુને ઓપનિંગ કરવાની તક મળી હતી. સંજુ સેમસને આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 4 મેચોની સીરીઝમાં બે મેચમાં સદી ફટકારી.

Advertisment

સંજુ સેમસને આ સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી અને પછી બીજી અને ત્રીજી મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો, પરંતુ તેણે ચોથી મેચમાં શાનદાર વાપસી કરી અણનમ 109 રન બનાવ્યા હતા. સંજુ સેમસને વર્ષ 2024માં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી હતી અને તે ભારત તરફથી એક વર્ષમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 3 સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો અને ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધો હતો. સંજુ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 3 સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે, જે ઘણી મોટી વાત છે.

સંજુ સેમસને મેક્સવેલ, બાબર, રોહિત, સૂર્યકુમારને પછાડ્યા

સંજુ સેમસને અત્યાર સુધી પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 3 સદી ફટકારી છે અને આ માટે તેણે 33 ઈનિંગ્સ લીધી છે. સંજુ હવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી 3 સદી ફટકારવાના મામલે બીજા ક્રમે આવી ગયો હતો અને તેણે કોલિન મુનરો, સૂર્યકુમાર યાદવ, ગ્લેન મેક્સવેલ, રોહિત શર્મા અને બાબર આઝમને એક સાથે પાછળ છોડી દીધા હતા. સંજુ સેમસન ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગ રમીને 3 સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે આવ્યો છે. ફિલ સોલ્ટ આ લિસ્ટમાં પહેલા નંબર પર છે જેણે આ માટે 32 ઇનિંગ લીધી હતી.

સૌથી ઓછી ટી 20 મેચમાંસદી ફટકારનાર બેટ્સમેનો

32 – ફિલ સોલ્ટ
33 – સંજુ સેમસન
35 – કોલિન મુનરો
43 – સૂર્યકુમાર યાદવ
53 – ગ્લેન મેક્સવેલ
77 – રોહિત શર્મા
96 – બાબર આઝમ

Advertisment

સૂર્યકુમાર યાદવે કેન વિલિયમસનને પાછળ છોડ્યો

ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૂર્યકુમાર એક કેપ્ટન હેઠળ સૌથી વધુ 200 કે 200 પ્લસ સ્કોર બનાવવાના મામલે બીજા ક્રમે રહ્યો હતો. સૂર્યાકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતે અત્યાર સુધી 10 વખત આ કમાલ કર્યો છે અને તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે, જેની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડે 9 વખત આવું કર્યું હતું. આ સાથે જ વિરાટ કોહલી આ લિસ્ટમાં પહેલા નંબર પર છે, જેની કેપ્ટન્સીમાં ભારતે 200 અથવા 200 પ્લસ 12 વખત સ્કોર કર્યો હતો.

T20Iમાં એક જ કેપ્ટન હેઠળ સૌથી વધુ 200+ સ્કોર (ફુલ મેમ્બર કેપ્ટન)

12 – વિરાટ કોહલી
10 – સૂર્યકુમાર યાદવ
9 – કેન વિલિયમસન
7 – રોવમેન પોવેલ
6 – ઇયોન મોર્ગન
6 – એરોન ફિન્ચ
6 – જોસ બટલર
6 – રોહિત શર્મા

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ