દેવેન્દ્ર પાંડે : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદી આફ્રિદીએ કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વધારે જવાબદારી બતાવવી જોઈએ કારણ કે તે ઘણું મજબૂત બોર્ડ છે અને ક્રિકેટ રમનાર બન્ને દેશો વચ્ચે સંબંધોને સામાન્ય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આફ્રિદીએ કહ્યું કે તે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્રિકેટ થવા દેવાની વિનંતી કરશે. હું મોદી સાહેબને વિનંતી કરીશ કે બન્ને દેશો વચ્ચે ક્રિકેટ થવા દો.
જ્યારે તમારા વધારે દોસ્ત હોય છે તો તમે વધારે મજબૂત હોવ છો – શાહિદી આફ્રિદી
શાહિદી આફ્રિદીએ દોહામાં લીજેંડ્સ લીગ ક્રિકેટ દરમિયાન આ વાત કહી હતી. આફ્રિદીએ કહ્યું કે જો આપણે કોઇની મિત્રતા કરવા માંગીએ છીએ અને તે આપણી સાથે વાત ના કરે તો આપણે શું કરીએ છીએ? તેમાં કોઇ શંકા નથી કે બીસીસીઆઈ ઘણું મજબૂત બોર્ડ છે પણ જ્યારે તમે મજબૂત હોવ છો તો તમારા પર વધારે જવાબદારી હોય છે. તમે વધારે દુશ્મન બનાવવાનો પ્રયત્ન ના કરો, તમારે મિત્ર બનાવવાની જરૂર છે. જ્યારે તમે વધારે મિત્ર બનાવો છો તો તમે મજબૂત બનો છો.
ક્રિકેટ સૌથી સારી ફૂટનીતિ છે – શાહિદ આફ્રિદી
એ પૂછવા પર કે શું તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કમજોર માને છે. આફ્રિદીએ કહ્યું કે હું કમજોર કહીશ નહીં પણ કેટલાક જવાબ સામે (બીસીસીઆઈ)થી પણ આવે. આફ્રિદીનું માનવું છે કે ક્રિકેટ સૌથી સારી ફૂટનીતિ છે અને બન્ને ટીમોએ એકબીજાને મજબૂત કરવી જોઈએ.
આ પણ વાંચો – સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ સૌથી વધારે મહાન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શું કહ્યું
ભારતીય ટીમમાં હજુ પણ મારા મિત્રો છે – શાહીદ આફ્રિદી
આફ્રિદીએ કહ્યું કે ભારતીય ટીમમાં હજુ પણ મારા મિત્રો છે. જ્યારે અમે મળીએ છીએ તો ચર્ચા કરીએ છીએ. એક દિવસ હું રૈનાને મળ્યો અને મેં બેટ માંગ્યું, તેણે મને બેટ આપ્યું હતું. આફ્રિદીએ 2005ની શ્રેણીની યાદ કરી હતી. જ્યારે ભારતીય ક્રિકેટર પાકિસ્તાનમાં બહાર નીકળ્યા હતા તો વસ્તુ ખરીદતા હતા તો કોઇપણ પાકિસ્તાની દુકાનદાર તેમના પૈસા લેતા ન હતા.
આતંકી ઇચ્છે છે આપણી વચ્ચે ક્રિકેટ ના રમાય – આફ્રિદી
આફ્રિદીએ કહ્યું કે પાકિસ્તાનમાં સુરક્ષાની કોઇ ચિંતા નથી કારણ કે હાલના દિવસોમાં ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોએ તેમના દેશનો પ્રવાસ કર્યો છે. આફ્રિદીએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતાનો સવાલ છે તો અમારે ત્યાં હાલમાં ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોએ પ્રવાસ કર્યો છે. આફ્રિદીએ કહ્યું કે અમને પણ સુરક્ષાનો ખતરો રહે છે પણ બન્ને દેશોની સરકારની મંજૂરી મળે તો પ્રવાસ થશે. જો પ્રવાસ ના થાય તો અમે તે લોકોને તક આપીશું. તો લોકો એ જ ઇચ્છે છે કે આપણી વચ્ચે કોઇ ક્રિકેટ રમાય નહીં.
ઉલ્લેખનીય છે કે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલા પછી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરીથી શરુ થયા નથી. આ પછી ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે.