ક્રિકેટર શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર

Shikhar Dhawan Sophie Shine wedding photos : ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવને શનિવારે (21 ફેબ્રુઆરી) એક ખાનગી સમારોહમાં તેના લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કર્યા હતા. શિખર અને સોફી એક વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં હતા

Shikhar Dhawan Sophie Shine wedding photos : ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવને શનિવારે (21 ફેબ્રુઆરી) એક ખાનગી સમારોહમાં તેના લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કર્યા હતા. શિખર અને સોફી એક વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં હતા

author-image
Ashish Goyal
New Update
Shikhar Dhawan marries Sophie Shine

શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કર્યા. Photograph: (Yuzvendra Chahal Instagram)

Shikhar Dhawan marries Sophie Shine : ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવને શનિવારે (21 ફેબ્રુઆરી) એક ખાનગી સમારોહમાં તેના લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે લગ્ન કર્યા હતા. શિખર અને સોફી એક વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં હતા. ધવને ખુલાસો કર્યો હતો કે તે મે 2025 માં સોફી સાથે રિલેશનશિપમાં હતો. શિખર અને સોફીએ 12 જાન્યુઆરીએ સગાઈ કરી હતી.

Advertisment

યુઝવેન્દ્ર ચહલે લગ્નની તસવીરો શેર કરી

શિખર અને સોફી પહેલીવાર દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. બંને એક મીડિયા કોન્ક્લેવમાં પણ સાથે દેખાયા હતા. જ્યાં ધવને કહ્યું હતું કે તેમને ફરી એકવાર પ્રેમ મળી ગયો છે. ધવનના લગ્નની તસવીરો સાથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી અને લખ્યું હતું કે મેરે યાર કી શાદી હૈ. 

શિખર ધવન અને સોફી શાઈને 20 ફેબ્રુઆરીએ પોતાની હલ્દી સેરેમનીની ઉજવણી કરી હતી. સોફીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમારોહના ફોટો શેર કર્યો હતા. 

શિખર ધવનના બીજા લગ્ન

શિખર ધવનના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે 2011માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2023માં આયેશા મુખર્જીથી અલગ થઈ ગયો હતો. શિખર અને આયેશાના લગ્નજીવન 11 વર્ષ સુધી ચાલ્યા હતા. આયેશાને અગાઉના લગ્નથી બે પુત્રીઓ હતી. શિખર અને આયેશાને એક પુત્ર ઝોરાવર છે, જે તેની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.

Advertisment

શિખર ધવને 2024માં નિવૃત્તની જાહેરાત કરી હતી

શિખર ધવને 24 ઓગસ્ટ, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 167 વન ડેમાં 44.11ની એવરેજથી 6793 રન ફટકાર્યા હતા. જેમાં 17 સદી અને 39 અડધી સદીનો સમાવેશ થાય છે. ધવને 68 ટી-20માં 126.36ના સ્ટ્રાઇક રેટથી 11 અડધી સદી સાથે 1759 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો - ભારતનો વધુ એક ક્રિકેટર પત્નીથી અલગ થયો, કહ્યું - નાની ઉંમરમાં લગ્ન કરવાની કિંમત ચૂકવી

ધવનની ધમાકેદાર ટેસ્ટ ડેબ્યૂ હતી

ધવને 34 ટેસ્ટમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા હતા. જેમાં સાત સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે માર્ચ 2013માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ ટેસ્ટ ઈનિંગમાં 174 બોલમાં 187 રન ફટકાર્યા હતા. ધવને ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે આ રેકોર્ડ માત્ર 85 બોલમાં જ બનાવ્યો હતો.

ક્રિકેટ સ્પોર્ટ્સ