Shikhar Dhawan : ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન માટે છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા નથી. તે ક્રિકેટના મેદાન પર કમાલ કરી શક્યો નથી અને તેના અંગત જીવનમાં પણ શાંતિ નથી. જોકે ટીમ ઈન્ડિયાના ગબ્બરના ચહેરા પર તેનું દબાણ અને દુઃખ ક્યારેય જોવા મળ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો પ્રમાણે હવે ધવનના જીવનમાં ફરી ખુશી જોવા મળી રહી છે. ધવન મિસ્ટ્રી વુમન સાથે જોવા મળ્યો છે.
એરપોર્ટ પર જોવા મળ્યો ધવન
સોમવારે શિખર ધવન કારમાં એરપોર્ટ પર પહોંચ્યો હતો. તે કારમાંથી બહાર નીકળ્યો હતો. બીજી બાજુથી એક યુવતી પણ ઊતરી હતી. કેમેરાને જોઇને તે મો છુપાવતી જોવા મળી હતી. તે ઇચ્છતી ન હતી કે ધવન સાથે જોવા મળે. જોકે કેમેરાની નજરથી તે બચી શકી ન હતી.
શિખર ધવન સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો બધાનો સવાલ એક જ છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે. વીડિયોની કમેન્ટ્સમાં લોકોએ કહ્યું કે આ ગબ્બરનો નવો લવ ઇન્ટ્રેસ્ટ હોઇ શકે છે. યુવતી દેખાવમાં વિદેશી લાગતી હતી. આવી સ્થિતિમાં લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે ગબ્બરના જીવનમાં ફરી એક વિદેશી યુવતી આવી છે. જો કે હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઇ શકી કે યુવતી કોણ છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 રિટેન્શન લિસ્ટ, કઇ ટીમે કયા ખેલાડીઓને કર્યા રિટેન
શિખર ધવને 2012માં લગ્ન કર્યા હતા
શિખર ધવને 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આયેશા ઉંમરમાં શિખર કરતા ઘણી મોટી હતી. બંનેના સંબંધો લાંબા સમય સુધી ચાલ્યા હતા પરંતુ ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે શિખર ધવનના છૂટાછેડા થઈ રહ્યા છે. શિખર અને આયેશાને જોરાવર નામનો એક પુત્ર છે.
ધવને કહ્યું – પહેલા નાસમજ હતો
શિખર ધવને થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પહેલા વસ્તુઓ સમજી શકતો ન હતો પરંતુ હવે તે જાણે છે કે શું કરવું છે. તેમણે કહ્યું કે મારો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. કાલે જો હું ફરી મેરેજ કરવા માંગું તો મને ખબર પડશે કે મારે કેવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરવાના છે. એવી છોકરી જેની સાથે હું મારું જીવન વિતાવી શકું છું. જ્યારે હું 26-27 વર્ષનો હતો અને હું સતત રમી રહ્યો હતો. હું કોઇ પણ રિલેશનશિપમાં ન હતો. હું મસ્તી કરતો હતો પણ ક્યારેય રિલેશનશિપમાં ન હતો.





