/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/shreyas-iyer.jpg)
શ્રેયસ ઐયર ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ બાદથી જ સારા ફોર્મમાં નથી
Shreyas Iyer : ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ બાદથી જ સારા ફોર્મમાં નથી. ઐયર બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ ખેલાડી હવે ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે દુલીપ ટ્રોફીમાં શ્રેયસ ઐયરની કમજોરી સામે આવી હતી. આ વર્ષે તેની ટેસ્ટ ટીમમાં વાપસી શક્ય લાગતી નથી.
ટેસ્ટ ટીમમાં શ્રેયસ ઐયરની વાપસી નહીં થાય
ધ ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના અધિકારીઓ દુલીપ ટ્રોફીમાં શ્રેયસ ઐયરના પ્રદર્શનથી ખુશ નથી. ટેલિગ્રાફે બીસીસીઆઈના અધિકારીના હવાલાથી લખ્યું કે શ્રેયસ ઐયરની આ સમયે ટેસ્ટ ટીમમાં જગ્યા નથી છે. તે કોનું સ્થાન લેશે. આ સિવાય દુલીપ ટ્રોફીમાં તેનું શોટ સિલેક્શન સારું ન હતું. ખાસ કરીને રવિવારે જ્યારે તે સેટ થઈને ફ્લેટ પીચ પર રમતો હતો, ત્યારે તે આવો શોટ રમીને આઉટ થઈ શકે નહીં. તમારે તકનો લાભ લેવો જોઈએ.
ઐયરના શોટ સિલેક્શન પર સવાલો
ઐયરને લેફ્ટ આર્મ સ્પિનર શમ્સ મુલાનીએ આઉટ કર્યો હતો. તે પુલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને બોલ્ડ થઈ ગયો હતો. તેણે 41 રન બનાવ્યા હતા. શોટ બોલ સામે ઐયરની નબળાઈ પણ તેની સામે જ રહી છે. રિપોર્ટ અનુસાર પોતાની નબળાઇના કારણે ઐયરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તક નહીં મળે.
આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમનો આગામી શ્રેણીનો કાર્યક્રમ અહીં જુઓ
ઇરાની કપ અને રણજી ટ્રોફીમાં તક
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે શ્રેયસ ઐયરને ઇરાની કપમાં તક મળશે. તે મુંબઈની ટીમનો ભાગ બની શકે છે. જો તે બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણી રમશે ત્યારે જ તે ઈરાની કપનો ભાગ બની શકે છે.
શ્રેયસ ઐયર ટેસ્ટ, વન ડે અને ટી20 કરિયર
| ફોરમેટ | મેચ | રન | હાઇએસ્ટ | એવરેજ | સદી | અર્ધ સદી | ચોગ્ગા | છગ્ગા |
| ટેસ્ટ | 14 | 811 | 105 | 36.86 | 1 | 5 | 94 | 16 |
| વન ડે | 62 | 2421 | 128* | 47.47 | 5 | 18 | 226 | 62 |
| ટી 20 | 51 | 1104 | 74* | 30.66 | 0 | 8 | 90 | 44 |
રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે ઈરાની કપમાં ભલે ઐયર સારી બેટિંગ ન કરે પરંતુ રણજી ટ્રોફીના રૂપમાં તેને હજુ પણ તક મળશે. બીસીસીઆઈને ખબર છે કે ઐય્યર વર્લ્ડ કપ બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેને ફરીથી ફૂલ ફોર્મ મેળવવામાં સમય લાગશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us