shubman gill sara tendulkar viral video : શુભમન ગિલ અને સારા તેંડુલકર ફરી એકવાર ક્રિકેટ ચાહકોમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં શુભમન ગિલ કોઈની સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને નજીકમાં બેઠેલી સારા તેંડુલકર અચાનક ફરીને તેની સામે જુએ છે. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
આ ક્લિપ તે ફંડરેજ ડિનર પાર્ટીની બતાવવામાં આવી રહી છે જે યુવરાજસિંહે તેના યુવેકન ફાઉન્ડેશન માટે હોસ્ટ કરી હતી. તે ચેરિટી ઈવેન્ટમાં દેશ-દુનિયા અને ક્રિકેટ જગતની અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ ટીમ પણ સપોર્ટ સ્ટાફની સાથે હાજર રહી હતી. સારા તેંડુલકર પણ તેની માતા અંજલિ અને પિતા સચિન તેંડુલકર સાથે હાજર હતી.
શુભમન ગિલ અને સારા તેંડુલકર ઇવેન્ટમાં હાજર હતા
શુભમન ગિલ અને સારા તેંડુલકર બંને તે ઇવેન્ટમાં અલગ-અલગ જગ્યાએ હાજર હતા, પરંતુ નજીકમાં જ હતા. વીડિયોમાં શુભમન ગિલ વાતચીતમાં પુરી રીતે વ્યસ્ત જોવા મળી રહ્યો છે, ત્યારે સારા તેંડુલકરની નજર અચાનક તેની તરફ જાય છે. કેમેરાએ આ પળને કેદ કરી લીધી હતી.
આ પણ વાંચો – ગંભીર-ગિલની સૌથી મોટી મૂંઝવણ, કરુણ નાયર કે સાઇ સુદર્શનમાંથી ચોથી ટેસ્ટમાં કોને તક આપવી
આ વીડિયો એક્સ (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આના પર યૂઝર્સ દરેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક પ્રશંસકે લખ્યું કે સાચો પ્રેમ છુપતો નથી. તો કેટલાકે મજાકમાં કહ્યું કે સારા આજે પણ ગિલને જુએ છે, ઇશ્ક અભી બાકી હૈ!’ અન્ય એક યુઝરે લખ્યું કે આ પ્રેમ ફરી પાછો આવ્યો છે. કેટલાક યૂઝર્સે તેને માત્ર એક સંયોગ ગણાવ્યો હતો.
શુભમન અને સારાએ આ અંગે ક્યારેય ખુલીને કંઇ કહ્યું નથી
શુભમન ગિલ અને સારા તેંડુલકર રિલેશનશિપમાં હોવાની અફવાઓ સામે આવી રહી છે. જો કે બંનેએ આ અંગે ક્યારેય ખુલીને કંઇ કહ્યું નથી. શુભમન ગિલ હાલમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડમાં છે. સારા તેંડુલકર પણ ઇંગ્લેન્ડમાં છે. તે ઘણીવાર સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને સ્ટેડિયમોમાં જોવા મળે છે.
શુભમન ગિલ અને સારા તેંડુલકરના આ વાયરલ વીડિયોએ ફરીથી સોશિયલ મીડિયા પર તેમના કથિત સંબંધોને લઈને ચર્ચાઓને વેગ આપ્યો છે. જો કે સત્ય શું છે તે બંને સારી રીતે જાણે છે, પરંતુ એટલું તો નક્કી છે કે પ્રશંસકોને આ બંને વચ્ચેની દરેક નાની-મોટી ઝલક ખૂબ જ ખાસ લાગે છે.