સિમોન હાર્મર (Simon Harmer) દક્ષિણ આફ્રિકા ટીમનો ઓફ સ્પિનર બુધવારે ભારતીય ટીમ માટે ખતરો સાબિત થયો. દક્ષિણ આફ્રિકા વિ ભારત વચ્ચેની બીજી મેચના અંતિમ દિવસે સિમોન હાર્મર ઘાતક બન્યો અને ભારતીય ટીમના પાંચ ખેલાડીઓને આઉટ કરી પોતાની ટીમને જીત અપાવવા મહત્વની ભૂમિકા ભજવી.
ભારત પ્રવાસે આવેલ દક્ષિણ આફ્રિકા બે ટેસ્ટ મેચની શ્રેણી જીતી ગયું છે. ગુવાહાટી ખાતે 22 નવેમ્બરથી શરુ થયેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકન બોલર સિમોન હાર્મર ઘાતક સાબિત થયો અને ટીમ ઇન્ડિયા બીજા દાવમાં 140 રનમાં સમેટાઇ. આ સાથે દક્ષિણ આફ્રિકા આ મેચ 408 રનથી જીતી ગયું.
કોણ છે સિમોન હાર્મર (Simon Harmer)
સિમોન રોસ હાર્મર દક્ષિણ આફ્રિકાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. 10 ફેબ્રુઆરી, 1989 ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા ખાતે તેનો જન્મ થયો હતો. તે દક્ષિણ આફ્રિકા માટે મુખ્યત્વે ઓફ-બ્રેક બોલર અને સક્ષમ લોઅર ઓર્ડર બેટ્સમેન પણ છે. તે દક્ષિણ આફ્રિકામાં ટાઇટન્સ માટે અને ઇંગ્લેન્ડમાં એસેક્સ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે.
સિમોન હાર્મર ડેબ્યૂ
સિમોન હાર્મરે 2010-2011 ફર્સ્ટ ક્લાસ સિઝનમાં કેપ કોબ્રાસ સામે વોરિયર્સ માટે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનને કારણે 2014-15માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં એનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ થયું. જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી.
સિમોન હાર્મર કરિયર રેકોર્ડ
- સિમોન હાર્મર ઓફ બ્રેક બોલરની સાથે લોઅર ઓર્ડર બેટ્સમેન તરીકે પણ સફળ રહ્યો છે.
- સિમોન ફર્સ્ટ ક્લાસ 235 મેચ રમ્યો છે. જેમાં તેણે 1008 વિકેટ ઝડપી છે. 80 રનમાં 9 વિકેટ એનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.
- 13 આતર રાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં 60 વિકેટ ઝડપી છે. જેમાં તેણે 5 વિકેટ એક વખત, 4 વિકેટ સાત વખત ઝડપી છે.
- લિસ્ટ એ 103 મેચમાં તેણે 111 વિકેટ લીધી છે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન 47 રનમાં 5 વિકેટ છે.
- તે 212 ટી20 મેચ રમ્યો છે. જેમાં 178 વિકેટ ઝડપી છે. 18 રનમાં 4 વિકેટ એનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
SA vs IND બીજી ટેસ્ટ, સિમોન 9 વિકેટ
દક્ષિણ આફ્રિકા વિ ભારત બે ટેસ્ટ મેચની સિરીઝમાં સિમોન હાર્મર ભારત માટે મુસીબત સાબિત થયો. બંને ટેસ્ટમાં થઇ તેણે 17 વિકેટ પોતાને નામ કરી. બીજી ટેસ્ટમાં તેણે પ્રથમ ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી ટીમને જીતાડવા અસરકારક રોલ નિભાવ્યો.
દક્ષિણ આફ્રિકાની 408 રનથી જીત, વાંચો તમામ વિગત
SA vs IND પ્રથમ ટેસ્ટમાં સિમોન 8 વિકેટ
દક્ષિણ આફ્રિક વિ ભારત વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ સિમોન હાર્મર અસરકારક સાબિત થયો છે. ઇડનગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગમાં 30 રનમાં 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 21 રનમાં 4 વિકેટ ઝડપી હતી.





