બાંગ્લાદેશ વિ. શ્રીલંકા ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ છવાયો, વિશ્વ રેકોર્ડ બનાવી રચ્યો ઇતિહાસ

Mushfiqur Rahim Record in test: બાંગ્લાદેશ વિ. શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ છવાઇ ગયો છે. 38 વર્ષની ઉંમરે વિશ્વ રેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટને ચોંકાવ્યું છે. રહીમે શાનદાર સદી ફટકારી અને શાંતો સાથે મળી ચોથી વિકેટની ભાગીદારીમાં 247 રન બનાવી ટીમને મજબૂત સ્કોર આપ્યો.

Written by Haresh Suthar
June 18, 2025 12:52 IST
બાંગ્લાદેશ વિ. શ્રીલંકા ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ છવાયો, વિશ્વ રેકોર્ડ બનાવી રચ્યો ઇતિહાસ
SA vs BAN Test: બાંગ્લાદેશ વિ. શ્રીલંકા પહેલી ટેસ્ટ મેચમાં મુશફિકુર રહીમ વિશ્વ રેકોર્ડ સાથે છવાઇ ગયો. (ફોટો ક્રેડિટ સોશિયલ)

SL vs BAN 1st Test: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે બાંગ્લાદેશે ત્રણ વિકેટ ગુમાવી 292 રન બનાવ્યા હતા. પહેલા દિવસે બાંગ્લાદેશી બેટ્સમેન મુશફિકુર રહીમ (Mushfiqur Rahim) છવાયો હતો. તેણે સદી ફટકારી વિશ્વ રેકોર્ડ બનાવી ઇતિહાસ સર્જ્યો છે. રહીમે ચોથી વિકેટની ભાગીદારીમાં નજમુલ હુસૈન શાન્તો સાથે 247 રન બનાવ્યા હતા. એક સમયે બાંગ્લાદેશ 45 રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. પરંતુ રહીમે પારી સંભાળી ટીમને મજબૂત સ્કોર આપ્યો હતો. પહેલા દિવસના અંતે ત્રણ વિકેટ પર 292 રન થયા હતા.

શાનદાર બેટીંગ કરતાં મુશફિકુર રહીમે ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી હતી. રહીમે આ શતકીય ઇનિંગ રમી પાકિસ્તાનના યૂનિસ ખાન, ભારતના સચિન તેંદુલકરના મોટા રેકોર્ડને તોડી ઇતિહાસ રચ્યો. રહીમે શ્રીલંકામાં ટેસ્ટ સદી બનાવવામાં સૌથી વધુ ઉંમર અને ઓપનિંગ જોડી સિવાયના બેટ્સમન તરીકે રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

રહીમે આ રેકોર્ડ 38 વર્ષ 39 દિવસની ઉંમરે કર્યો છે. આ અગાઉ શ્રીલંકામાં ટેસ્ટ સદી બનાવવામાં ઓપનર સિવાય વધુ ઉંમરના ખેલાડીનો રેકોર્ડ પાકિસ્તાનના યૂનુસ ખાનના નામે હતો. જેણે 37 વર્ષ અને 216 દિવસની ઉંમરે શ્રીલંકામાં સદી ફટકારી હતી. આ રેકોર્ડમાં ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકર હવે ત્રીજા ક્રમે છે. તેંદુલકરે આ રેકોર્ડ 37 વર્ષ અને 93 દિવસની ઉંમરે સદી બનાવી કર્યો હતો.

મુશફિકુર રહીમ ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તે આંતરરાષ્ટ્રીય 96 ટેસ્ટ મેચ રમ્યો છે. 177 ઇનિંગમાં 37.27 સરેરાશ અને 48.48 સ્ટ્રાઇક રેટ સાથે તેણે કૂલ 6055 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રહીમનો હાઇએસ્ટ સ્કોર 219 રન છે. તેણે 12 સદી, 27 અર્ધસદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં 717 ચોગ્ગા અને 37 છગ્ગા તેણે ફટકાર્યા છે.

જસપ્રીત બુમરાહે કેપ્ટનશિપ કેમ છોડી? વધ વાંચો

આ ઉપરાંત તેણો 35 વર્ષની ઉંમરે શ્રીલંકા વિરુદ્ધ પોતાની ત્રીજી ટેસ્ટ સદી ફટકારી હતી. યૂનુસ ખાન અને માઇક હસી પછી આવો રેકોર્ડ બનાવનાર તે ત્રીજો ખેલાડી છે. જેણે આ ઉંમરગાળામાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ સદી બનાવી છે. રહીમે 2022 માં શ્રીલંકા વિરુદ્ધ બે સદી ફટકારી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ