Smaran Ravichandran: આઇપીએલમાં અનસોલ્ડ રહેલ કર્ણાટકના સ્ટાર બેટ્સમેન સ્મરણ રવિચંદ્રન ફરી લાઇમલાઇટમાં છે. રણજી ટ્રોફીની મેચમાં પંજાબ સામે બેવડી સદી ફટકારી સૌને ચોંકાવ્યા છે. 24 જાન્યુઆરીએ પંજાબ સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં સ્મરણે 270 બોલમાં બેવડી સદી ફટકારી હતી. તે 277 બોલમાં 25 ફોર 3 સિક્સર સાથે 203 રન બનાવી બોલ્ડ થયો હતો.
સ્ટાઇલિશ ડાબોડી બેટ્સમેનનું જોરદાર પ્રદર્શન
વિજય હઝારે ટ્રોફી 2024-25ની ફાઇનલ મેચમાં વિદર્ભ સામે 101 રન ફટકાર્યા બાદ સ્મરણ રવિચંદ્રન એ ફરી પોતાની બીજી સતત સદી ફટકારી છે. કર્ણાટકની નબળી શરુઆતમાં રહી હતી અને 59 રનમાં 2 વિકેટ પડી ગુમાવી દીધી હતી. આ પછી સ્મરણે શાનદાર બેટિંગ કરી હતી. આ ડાબોડી બેટ્સમેને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
આઇપીએલમાં અનસોલ્ડ રહ્યો
સ્મરણ રવિચંદ્રનનું હાલનું પ્રદર્શન જોતાં એ માનવું મુશ્કેલ છે કે આ ડાબોડી બેટ્સમેનને IPL 2025 મેગા હરાજીમાં કોઇ ખરીદનાર ન હતું. પરંતુ એ હકીકત છે કે એ અનસોલ્ડ રહ્યો હતો. મહારાજા T20 ટ્રોફીમાં ગુલબર્ગા મિસ્ટિક્સ માટે સદી ફટકારનાર સ્મરણ હાલમાં સ્ફોટક મિજાજમાં દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો – ગુજરાતના સિદ્ધાર્થ દેસાઇએ રચ્યો ઇતિહાસ, એક ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ
સ્મરણ રવિચંદ્રન શ્રેષ્ઠ પ્રદર્શન
- લિસ્ટ A ક્રિકેટમાં સ્મરણે 433 રન કર્યા છે, જેમાં 72.16ની સરેરાશ છે
- T20માં 170 ના સ્ટ્રાઇક રેટ સાથે 170 રન બનાવ્યા છે
- લાલ બોલ ફોર્મેટમાં સ્મરણ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. પરંતુ હવે 21 વર્ષના આ ખેલાડીએ પંજાબ સામે બેવડી સદી ફટકારીને સૌને ચોંકાવ્યા છે.





