Smriti Mandhana and Palash Muchhal engagement ring : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ વચ્ચેના સંબંધો અંગે કોઈ સ્પષ્ટતા નથી અને હજુ તે સમજી શકાયું નથી કે આ કપલ સાથે છે કે અલગ થઈ ગયું છે. જે રીતે સ્મૃતિ મંધાનાના લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા અને ઘણી બધી બાબતો બહાર આવી હતી, તે એકદમ મૂંઝવણભર્યું હતું.
શું સ્મૃતિ-પલાશ અલગ થઈ ગયા?
લગ્ન સ્થગિત થયા બાદ સ્મૃતિ સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી અને લાંબા સમય બાદ તે ફરી સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. સ્મૃતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં મહિલા વનડે વર્લ્ડ કપ 2025 વિશે વાત કરી હતી, પરંતુ આ દરમિયાન તેની સગાઈની વીંટી તેની આંગળીમાં જોવા મળી ન હતી, જે તેણે તેના ડાબા હાથની આંગળીમાં પહેરી હતી અને તેણે થોડા દિવસો પહેલા વીડિયો પણ શેર કર્યો હતો.
આ પણ વાંચો – શું વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદ છે? BCCI એ હસ્તક્ષેપ કરવો જોઈએ
સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પર વાપસી કરી છે અને ઘણા ચાહકોએ તેની વાપસીનું સ્વાગત કર્યું હતું. જોકે ટલાક ફોલોઅર્સે તરત નોટિસ કર્યું હતું કે વીડિયોમાં સ્મૃતિએ તેની એંગેજમેન્ટ વીંટી પહેરી નથી. જોકે gujarati.indianexpress.com એ જાણી શક્યું નથી કે આ વીડિયો તેમની સગાઈના પહેલા શૂટ કરવામાં આવ્યો હતો કે પછી.
બંનેના લગ્ન 23 નવેમ્બર 2025ના રોજ હતા પણ સ્થગિત થયા હતા
સ્મૃતિ અને પલાશે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સગાઈ કરી હતી જ્યાં મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ની અંતિમ મેચ રમાઈ હતી. ત્યાં પલાશે સ્મૃતિને પ્રપોઝ કર્યું હતું અને ઘૂંટણિયે બેસીને લગ્ન માટે કહ્યું હતું. આ પછી બંનેના લગ્ન 23 નવેમ્બર, 2025 ના રોજ સાંગલીમાં થવાના હતા, પરંતુ લગ્નના દિવસે સ્મૃતિના પિતાની તબિયત બગડતા તે મુલતવી રાખવામાં આવ્યા હતા. આ પછી પરિસ્થિતિ વધુ વણસી જ્યારે પલાશને પણ ભારે તણાવના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ મુશ્કેલ સંજોગોને જોતા બંને પરિવારોએ સાથે મળીને લગ્ન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.





