Smriti Mandhana Wedding Cancellation: સ્મૃતિ મંધાના પલાશ મુછલ સાથે લગ્ન નહીં કરે; ભારતીય મહિલા ક્રિકેટરે કહ્યું, હવે આ મામલો સમાપ્ત

Smriti Mandhana Palash Mucchal wedding Called Off : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે, તેના અને પલાશ મુંચલના લગ્ન રદ થઈ ગયા છે.

Written by Ajay Saroya
Updated : December 07, 2025 15:52 IST
Smriti Mandhana Wedding Cancellation: સ્મૃતિ મંધાના પલાશ મુછલ સાથે લગ્ન નહીં કરે; ભારતીય મહિલા ક્રિકેટરે કહ્યું, હવે આ મામલો સમાપ્ત
Smriti Mandhana Palash Mucchal Wedding Cancellation : સ્મૃતિ મંધાના પલાશ મુછલના લગ્ન રદ થયા છે. (Photo: Instagram)

Smriti Mandhana Palash Mucchal wedding called off : ભારતીય મહિલા ક્રિકેટરો સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન રદ કરવામાં આવ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. સ્મૃતિ મંધાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે અને મને લાગે છે કે આ સમયે તેના વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે. હું ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છું અને હું તેને તે રીતે રાખવા માંગુ છું, પરંતુ મારે તે સ્પષ્ટ કરવું પડશે કે આ લગ્ન રદ કરવામાં આવ્યા છે.

પલાશ મુછલે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મેં મારા જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે અને હું મારા અંગત સંબંધો (સ્મૃતિ સાથેના સંબંધ)થી પાછળ હટી ગયો છું. મારા માટે પવિત્ર સંબંધ શું છે તે વિશે લોકો કેવી રીતે સરળતાથી પાયાવિહોણી અફવાઓને આગળ ધપાવી રહ્યા હતા તે સમજવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. લોકોએ આ રીતે ચકાસાયેલી અટકળો અને ગપસપ પર જજ ન કરવા જોઈએ. ”

પલાશે પોતાની પોસ્ટમાં વધુ લખ્યું છે કે, મારી ટીમ હવે આવી તમામ ખોટી અફવાઓ અને અમારી આબરૂને ઠેસ પહોંચાડનારી બાબતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં અમારી સાથે ઊભા રહેવા બદલ આપ સૌનો આભાર. અગાઉ સ્મૃતિએ પોસ્ટ કરી હતી કે હું આ મામલાને અહીં સમાપ્ત કરવા માંગુ છું અને અમારા લગ્ન રદ કરવામાં આવ્યા છે. કૃપા કરીને બંને પરિવારોની ગોપનીયતાનો માન આપો.

Smriti Mandhana Palash Mucchal wedding cancellation | Smriti Mandhana wedding cancellation | Smriti Mandhana | Palash Mucchal wedding cancellation
Smriti Mandhana Wedding Cancellation Instagram Post : સ્મૃતિ મંધાના એ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લગ્ન રદ થવાની વાત જણાવી છે. (Photo: @smriti_mandhana)

લગ્ન તૂટવાની આખી બાબત શું હતી?

હકીકતમાં મહિલા વર્લ્ડકપ બાદથી સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધો સતત હેડલાઇન્સમાં હતી. 23 નવેમ્બરના રોજ બંને લગ્ન પણ કરવાના હતા. આ પહેલા હલ્દી, મહેંદી જેવા ફંક્શનના વીડિયો અને ફોટા પ્રી-વેડિંગ સેરેમનીના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ અચાનક 23 નવેમ્બર પહેલા સ્મૃતિના પિતાની તબિયત બગડતા લગ્ન મુલતવી રાખવાની માહિતી સામે આવી હતી.

બીજા જ દિવસે, પલાશ મુછલની કોરિયોગ્રાફર સાથેની ચેટની ઘણી તસવીરો વાયરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર ઘણી જુદી જુદી વાતો અને અફવાઓ સામે આવે છે. ઘણા લોકો આ બાબતે વિવિધ કહાણી સાથે આવી રહ્યા હતા. આ પછી પલાશ મુછલ તાજેતરમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યો હતો. હવે સ્મૃતિ અને પલાશે 7 ડિસેમ્બરે પોતાની પોસ્ટ સાથે આ અટકળોનો અંત લાવી દીધો છે અને સ્પષ્ટતા કરી દીધી છે કે હવે તેમના લગ્ન રદ કરવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ