SA vs AFG Highlight, T20 World Cup 2024 Semi Final: અફઘાનિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં

SA vs AFG 1st Semi Final Live Score: અફઘાનિસ્તાને સુપર 8 સ્ટેજમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ ટી 20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી

Written by Ashish Goyal
Updated : June 27, 2024 09:39 IST
SA vs AFG Highlight, T20 World Cup 2024 Semi Final: અફઘાનિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની જીત (તસવીર - આઈસીસી ટ્વિટર)

South Africa vs Afghanistan Live Updates, ટી 20 વર્લ્ડ કપ 2024, દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન લાઇવ સ્કોર : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન ને 9 વિકેટથી હરાવી પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાનને પ્રથમ બેટીંગ લેતાં માત્ર 56 રનમાં ઓલ આઉટ થયું હતું. જે ટારગેટ દક્ષિણ આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં પૂર્ણ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી ગયું

સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલની જિન્ક્સ તોડીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રન બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક 8.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની સફર અહીં પૂરી થઈ હતી, જેણે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાને સુપર 8 સ્ટેજમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ ટી 20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી ન હતું અને સેમી ફાઇનલ પણ જીતી બતાવી.

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન

દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, ઓટ્ટનીલ બાર્ટમેન, એનરિચ નોર્ટજે.

અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, કરીમ જનાત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગેલિયા ખરોતી, નૂર અહમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

Live Updates

અફઘાનિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી ગયું

સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલની જિન્ક્સ તોડીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રન બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક 8.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની સફર અહીં પૂરી થઈ હતી, જેણે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, ફારુકીને મળી વિકેટ

અફઘાનિસ્તાન બોલિંગની વાત કરીએ તો એક માત્ર ફઝલહક ફારુકીને જ સફળતા મળી હતી. નવીન ઉલ હક 3 ઓવરમાં 15 રન, ફારુકી 2 ઓવર 11 રન અને 1 વિકેટ, રાશિદ ખાન 1 ઓવર 8 રન, ગુબદ્દીન નાયબ 1 ઓવર 8 રન અને અઝમતુલ્લાહ ઓમરઝાઇ 1.5 ઓવર 18 રન

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, દક્ષિણ આફ્રિકાની મોટી જીત

દક્ષિણ આફ્રિકા તરફથી બેટીંગ કરતાં ક્વિંટન ડી કોક 5 રન બનાવી આઉટ થયો હતો. જોકે બાદમાં રીઝા હેન્ડ્રીક્સે 25 બોલમાં 29 રન અને એડન મારકમ 21 બોલમાં 23 રન સાથે અણનમ રહ્યા હતા અને માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવી 57 રનનો ટારગેટ પૂર્ણ કર્યો.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં

અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવી દક્ષિણ આફ્રિકા ટી20 વર્લ્ડ 2024 ફાઇનલમાં પ્રવશ્યું છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, દક્ષિણ આફ્રિકા 35 રન, 7 ઓવર

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 7 ઓવરના અંતે 35 રન પર 1 વિકેટ છે

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, દક્ષિણ આફ્રિકા 26 રન, 1 વિકેટ

5 ઓવરના અંતે દક્ષણિ આફ્રિકા 5 ઓવરનો સ્કોર 26 રન પર 1 વિકેટ છે. હેન્ડ્રીક્સ 8 અને મારકમ 11 પર રમતમાં છે

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, દક્ષિણ આફ્રિકા 5 રન, 1 વિકેટ

2 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 1 વિકેટ પર 5 રન છે. ફારુકીએ આ ઓવરમાં ડી કોકને બોલ્ડ કર્યો હતો.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો

દક્ષિણ આફ્રિકાને બીજી ઓવરમાં પહેલો ઝટકો મળ્યો છે. બીજી ઓવર નાંખવા આવેલા ફારુકીની ઓવરમાં ડીકોક 5 રનના સ્કોર પર ક્લિન બોલ્ડ થયો છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, દક્ષિણ આફ્રિકા 1 રન 1 ઓવર

અફઘાનિસ્તાનને માત્ર 56 રનમાં ઓલ આઉટ કરી ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાના મક્કમ ઇરાદા સાથે દક્ષિણ આફ્રિકા 57 રનનો ટારગેટ પુરો કરવા બેટીંગમાં ઉતર્યું છે. ડી કોક અને હેન્ડ્રીક્સ બેટીંગમાં આવ્યા છે. નવિન ઉલ હકે પ્રથમ ઓવર નાંખતાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 1 ઓવર પર 1 રન છે.

AFG vs SA Live Score: અફઘાનિસ્તાને બનાવ્યો સૌથી ઓછો સ્કોર

દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની બેટીંગ લાઇન ધરાશાયી થતાં 56 રનમાં ઓલ આઉટ થયું છે. જે સાથે અફઘાનિસ્તાનના નામે વણજોઇતો રેકોર્ડ નોંધાયો છે. ટી20 વર્લ્ડ કપમાં નોક આઉટ રાઉન્ડમાં સૌથી ઓછો સ્કોર 2009 માં વેસ્ટ ઇન્ડિઝે 101 રન બનાવ્યા હતા. જે રેકોર્ડ હવે અફઘાનિસ્તાનના નામે થયો છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, રબાડા 3 વિકેટ

દક્ષિણ આફ્રિકા તરફથી ઘાતક બોલિંગ નાંખતાં માર્કો જેન્સન 3 વિકેટ, રબાડા 2 વિકેટ, નોર્ટજે 2 વિકેટ અને શમ્સીએ 3 વિકેટ ઝડપી હતી.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, 56 રન ઓલઆઉટ

અફઘાનિસ્તાનની બેટીંગ દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે ધરાશાયી થઇ છે. 12 ઓવરમાં માત્ર 56 રન પર અફધાનિસ્તાન ઓલ આઉટ થયું છે. જેમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ 0 રન, ઇબ્રાહિમ ઝાદરાન 2 રન, ગુલબદ્દીન નાયબ 9 રન, અઝમતુલ્લાહ ઓમરઝાઇ 10 રન, મોહમ્મદ નબી 0 રન, નાંગેલિયા ખરોટે 2 રન, કરીમ જન્નત 8 રન, રાશિદ ખાન 8 રન, નૂર અહમદ 0 રન, નવીન 2 રન પર આઉટ થયા છે. ફઝલહક 2 રન પર અણનમ રહ્યો છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, રાશિદ આઉટ

અફઘાનિસ્તાન ને રાશિદ ખાનના રુપમાં 9મો ઝટકો લાગ્યો છે. 11મી ઓવરમાં રાશિદ ખાન બોલ્ડ થયો છે. અફઘાનિસ્તાનનો સ્કોર 50 રન પર 9 વિકેટ છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, 8મી વિકેટ

અફઘાનિસ્તાનની પારી ખતમ થતી દેખાઇ રહી છે. શમસીએ પ્રથમ ઓવરમાં કરિમ બાદ નૂરને પણ એલબીડબલ્યુ આઉટ કરતાં અફઘાનિસ્તાનને 8મો ઝટકો લાગ્યો છે. 10 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 50 રન પર 8 વિકેટ છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, 7મી વિકેટ પડી

અફઘાનિસ્તાનને 10મી ઓવરમાં સાતમો ઝટકો લાગ્યો છે. શમ્સીની ઓવરમાં કરિમ એલબીડબલ્યુ થયો છે. અફઘાનિસ્તાનનો સ્કોર 50 રન પર 7 વિકેટ

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, 45 રન, 6 વિકેટ, 9 ઓવર

9 ઓવરના અંતે અફઘાનિસ્તાન નો સ્કોર 6 વિકેટ પર 45 રન છે. રાશિદ ખાન 8 રન અને કરિમ 4 રન પર રમતમાં છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર, 38 રન 6 વિકેટ 8 ઓવર

દક્ષિણ આફ્રિકા તરફથી ઘાતક બોલિંગ થતાં અફઘાનિસ્તાન ધરાશાયી થઇ રહ્યું છે. સાત ઓવરમાં છ વિકેટ પડી ગઇ છે.જેમાં માર્કો જેન્સેન 3 ઓવરમાં 16 રન આપી 3 વિકેટ ઝડપી છે. રબાડાએ 3 ઓવરમાં 1 મેડમ નાંખી 14 રન આપી 2 વિકેટ લીધી છે. જ્યારે નોર્ટજેએ 1 ઓવરમાં 1 રન આપી 1 વિકેટ ઝડપી છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: લાઇવ સ્કોર 28 રન, 6 વિકેટ

અફઘાનિસ્તાનને પ્રથમ દાવ લેવાનો નિર્ણય ભારે પડ્યો છે. અફઘાનિસ્તાને માત્ર 28 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. હવે રાશિદ ખાન બેટીંગમાં આવ્યા છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: અફઘાનિસ્તાન 5 મી વિકેટ પડી

પ્રથમ વખત સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવનાર અફઘાનિસ્તાન ટોસ જીતી બેટીંગમાં ઉતર્યું છે. પરંતુ અહીં જાણે એક પછી એક બેટ્સમેન પવેલિયન પરત ફરી રહ્યા છે. પાંચમી ઓવરમાં અફઘાનિસ્તાનને પાંચમો ઝટકો મળ્યો છે.

અફઘાનિસ્તાન બેટીંગની કમર તૂટી: ચોથી વિકેટ પડી

અફઘાનિસ્તાન બેટીંગ લાઇન ધરાશાયી થઇ રહી છે. દક્ષિણ આફ્રિકા સામે અફઘાન બેટસમેન ઘૂંટણિયે પડી રહ્યા છે. રબાડાએ એક જ ઓવરમાં બીજી વિકેટ લેતાં અફઘાનિસ્તાને ચોથી વિકેટ ગુમાવી છે. અફઘાનિસ્તાન સ્કોર 20 રન, 4 વિકેટ છે

South Africa vs Afghanistan Live Score, T20 World Cup Semi Final: ઇબ્રાહિમ બોલ્ડ

અફઘાનિસ્તાન માટે બેટીંગ કઠીન થઇ રહી છે. દક્ષિણ આફ્રિકા ભારે પડી રહ્યું છે. રબાડાએ આવતાની સાથે જ ઇબ્રાહિમને ક્લિન બોલ્ડ કર્યો. અફઘાનિસ્તાન 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું છે

South Africa vs Afghanistan Live Score, T20 World Cup Semi Final: બીજો ઝટકો

અફઘાનિસ્તાન માટે શરુઆત નબળી રહી છે. પ્રથમ ઓવરમાં ગુરબાજ આઉટ થયો હતો અને ત્રીજી ઓવરમાં ગુલબદીન ક્લિન બોલ્ડ થયો છે. અફઘાનિસ્તાનનો સ્કોર 2.3 ઓવર 16 રન છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: અફઘાનિસ્તાનને મોટો ઝટકો

અફઘાનિસ્તાન પ્રથમ બેટીંગ લેતાં ગુરબાજ અને ઇબ્રાહિમ બેટીંગમાં ઉતર્યા, જોકે અફઘાનિસ્તાનને પ્રથમ ઓવરના અંતિમ બોલ પર મોટો ઝટકો લાગ્યો, ગુરબાજ આઉટ થયો.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: કોણ જીત માટે દાવેદાર

અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ સેમી ફાઇનલ ભારે રોમાંચક બની છે. દક્ષિણ આફ્રિકા આ સિઝનમાં અજેય રહ્યું છે જ્યારે અફઘાનિસ્તાન પ્રથમ વખત સેમી ફાઇનલમાં આવ્યું છે. જીતનો ટ્રેન્ડ જોઇએ તો અફઘાનિસ્તાન 28 % અને દક્ષિણ આફ્રિકા 72 ટકા છે.

AFG vs ENG Semi Final T20 World Cup 2024 Live: અફઘાનિસ્તાન પ્રથમ બેટીંગ

ટી20 વર્લ્ડ કપ 2024 પ્રથમ સેમી ફાઇનલ અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા, બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો

South Africa vs Afghanistan Live Score: ત્રિનિદાદ વેધર રિપોર્ટ

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. જોકે પ્રથમ સેમિ ફાઈનલ માટે વધારાનો સમય અને રિઝર્વ ડે ફાળવવામાં આવ્યા છે. વરસાદના કારણે વિઘ્ન સર્જાય તો મેચ ટાઈમમાં વધારાની 60 મિનિટનો ઉમેરો કરવામાં આવશે. જો હજુ પણ મેચ પુરી નહીં થાય તો તેને રિઝર્વ ડે એટલે કે 28 જૂન (ભારતીય સમય પ્રમાણે)માં ખસેડવામાં આવશે અને 190 મિનિટ રમવાનો સમય ફાળવવામાં આવશે. જો વરસાદના વિધ્નને કારણે સેમિ ફાઈનલ રદ થાય તો સુપર-8 સ્ટેજમાં પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન ધરાવતી ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.

T20 World Cup Semi Final: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે હેડ ટુ હેડ

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો એડન માર્કરામ એન્ડ કંપનીનો હાથ ઉપર છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. બંનેમાં દક્ષિણ આફ્રિકાની ટીમે જીત મેળવી છે.

South Africa vs Afghanistan Live Score: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું

અફઘાનિસ્તાને સુપર 8 સ્ટેજમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી જીત મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ ટી 20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી.

South Africa vs Afghanistan Live Score: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ