South Africa vs United States of America Highlight : ટી 20 વર્લ્ડ કપ 2024, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વિ. દક્ષિણ આફ્રિકા સ્કોર : ક્વિટોન ડી કોકના 74 રન બાદ કાગિસો રબાડાની શાનદાર બોલિંગ (3 વિકેટ)ની મદદથી દક્ષિણ આફિકાએ ટી 20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સામે 18 રને વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવી શક્યું હતું.
અમેરિકા ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-એન્ડ્રીસ ગૌસના 47 બોલમાં 5 ફોર 5 સિક્સર સાથે અણનમ 80 રન.
-હરમીત સિંહ 22 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 38 રન બનાવી રબાડાનો શિકાર બન્યો.
-જાંહગીર 3 રન બનાની શમ્સીની ઓવરમાં એલબી આઉટ થયો.
-કોરી એન્ડરસન 12 બોલમાં 1 સિક્સર સાથે 12 રન બનાવી એનરિચ નોર્ટ્જેની ઓવરમાં બોલ્ડ થયો.
-કેપ્ટન એરોન જોન્સ 5 બોલમાં ખાતું ખોલાયા વિના કેશવ મહારાજનો શિકાર બન્યો.
-નીતિશ કુમાર 6 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
-અમેરિકાએ 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-સ્ટીવન ટેલર 14 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 24 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – હવે આ 8 ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા જંગ, જાણો શું છે તાકાત અને નબળાઇ
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકર અને હરમીત સિંહે 2-2 વિકેટ ઝડપી.
-ટ્રીસ્ટન સ્ટબ્સના 16 બોલમાં 2 ફોર સાથે અણનમ 20 રન.
-હેનરિચ ક્લાસેનના 22 બોલમાં 3 સિક્સર સાથે અણનમ 36 રન.
-એડન માર્કરામ 32 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 46 રન બનાવી સૌરભ નેત્રાવલકરની ઓવરમાં કેચ આઉટ થયો.
-ડેવિડ મિલર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના હરમીત સિંહની ઓવરમાં એલબી આઉટ થયો.
-ડી કોક 40 બોલમાં 7 ફોર 5 સિક્સર સાથે 74 રન બનાવી હરમીત સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ક્વિટોન ડી કોકે 26 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-દક્ષિણ આફ્રિકાએ 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રીઝા હેન્ડ્રિક્સ 11 બોલમાં 1 સિક્સર સાથએ 11 રન બનાવી સૌરભ નેત્રાવલકરનો શિકાર બન્યો.
-યુએસએના કેપ્ટન અરોન જોન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાની ટીમ પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ રમી રહી છે. આવી સ્થિતિમાં તે સુપર-8માં પહોંચી તે મોટી સિદ્ધિ છે. ટીમ પાકિસ્તાનને હરાવીને અહીં પહોંચી હતી. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકાની ટીમ તેને હળવાશથી નહીં લે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા : સ્ટીવન ટેલર, શયાન જાંહગીર, એન્ડ્રીસ ગૌસ, એરોન જોન્સ (કેપ્ટન), નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, નૌસ્તુશ કેન્જીગે, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર, અલી ખાન.
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટોન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ટ્જે, તબરેઝ શમ્સી.