44 વર્ષની ઉંમરે ઈમરાન તાહિરે બનાવ્યો રેકોર્ડ, આ પહેલા માત્ર 3 બોલરો જ આ સિદ્ધિ મેળવી શક્યા

ઈમરાન તાહિરે ટી20 ક્રિકેટમાં 500 થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો, સાઉથ આફ્રિકાના આ બોલરે 44 વર્ષની ઉંમરે આ રેકોર્ડ બનાવ્યો, તેના પહેલા માત્ર બે ખેલાડી પાસે આ સિદ્ધી

Written by Kiran Mehta
February 14, 2024 11:02 IST
44 વર્ષની ઉંમરે ઈમરાન તાહિરે બનાવ્યો રેકોર્ડ, આ પહેલા માત્ર 3 બોલરો જ આ સિદ્ધિ મેળવી શક્યા
ઈમરાન તાહીરે ટી20 માં 500 થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો (ફોટો - @bplt20.com.bd)

ઈમરાન તાહિર રેકોર્ડ : દક્ષિણ આફ્રિકાના અનુભવી બોલર ઈમરાન તાહિરે 44 વર્ષની ઉંમરમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, ઇમરાન તાહિરે T20 ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે અને આવું કરનાર તે ચોથો બોલર બની ગયો છે. ઈમરાને મંગળવારે ખુલના ટાઈગર્સ સામે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રંગપુર રાઈડર્સ તરફથી રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. ઈમરાને આ મેચમાં 5 વિકેટ લીધી હતી.

તાહિર પહેલા 500 થી વધુ વિકેટ ઝડપનારા બોલરો

ઈમરાન તાહિરે 404 ટી20 મેચમાં 502 વિકેટ લીધી છે. તેના પહેલા આ ક્લબમાં વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો, રાશિદ ખાન અને સુનીલ નારાયણ સામેલ છે. બ્રાવોના નામે 571 T20 મેચમાં 624 વિકેટ છે. જ્યારે રાશિદ ખાને 410 T20 મેચમાં 556 વિકેટ પોતાના નામે કરી છે. સુનીલ નારાયણના નામે 492 મેચોમાં 532 વિકેટ છે.

ઈમરાન તાહીર માટે ઉંમર માત્ર એક નંબર છે

44 વર્ષની ઉંમરે ઈમરાન તાહિરે 500 T20 મેચો પૂરી કરીને સાબિત કરી દીધું છે કે, ઉંમર ખરેખર માત્ર એક સંખ્યા છે. 44 વર્ષની ઉંમરે પણ ઈમરાન T20 ક્રિકેટ રમી રહ્યો છે. BPLની 30મી મેચમાં તેણે પોતાની શાનદાર બોલિંગથી પોતાની ટીમ રંગપુર રાઈડર્સને જીત અપાવી હતી. આ મેચમાં તેણે 4 ઓવરમાં 26 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં રંગપુર રાઈડર્સે ખુલના ટાઈગર્સને 78 રનથી હરાવ્યું હતું.

શાકિબ અને મેંહદીની તોફાની બેટિંગ

પ્રથમ બેટિંગ કરતા રંગપુર રાઈડર્સે ખુલના ટાઈગર્સને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રંગપુર તરફથી શાકિબ અલ હસન અને મેંહદી હસન મિરાજે તોફાની બેટિંગ કરી હતી. શાકિબે 31 બોલમાં 69 અને મેહદીએ 36 બોલમાં 60 રન બનાવ્યા હતા. શાકિબે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જ્યારે મેહદી હસને પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન નુરુલ હસને પણ 13 બોલમાં 32 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો – મેદાન પર મેચ ચાલી રહી હતી, વીજળી પડી અને ખેલાડીનું મોત, પોચા હૃદયવાળાએ આ વિડિયો ન જોવો

જવાબમાં 220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ખુલના ટાઈગર્સ ટીમ 18.2 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ખુલના માટે એલેક્સ હેલ્સે 33 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેલ્સ સિવાય કોઈ બેટ્સમેન સારું રમી શક્યો નહોતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ