Sports Ministry Policy India vs Pakistan Match : કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના રમતના સંબંધો નહીં રાખે. રમત મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન કોઈ પણ દ્વિપક્ષીય રમત મેચમાં સામેલ નહીં થાય, પરંતુ ક્રિકેટ ટીમને આવતા મહિને એશિયા કપ રમવાથી રોકવામાં આવશે નહીં. મંત્રાલયે ભારતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સંદર્ભમાં નવી નીતિ જાહેર કરી હતી, જેમાં પાકિસ્તાન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ નીતિ તાત્કાલિક અસરથી અમલમાં છે.
પાકિસ્તાની ટીમને ભારતમાં રમવાની મંજૂરી આપીશું નહીં
રમત મંત્રાલયની નીતિનો હવાલો આપત ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે જોડાયેલ રમતગમતની સ્પર્ધાઓ પ્રત્યે ભારતનો દ્રષ્ટીકોણ તે દેશ સાથે વ્યવહાર કરવાની તેની સમગ્ર નીતિને દર્શાવે છે. તેમાં આગળ કહ્યું કે જ્યાં સુધી એકબીજાના દેશમાં દ્વિપક્ષીય રમતગમત આયોજનનો સંબંધ છે, ભારતીય ટીમ પાકિસ્તાનમાં યોજાનારી ઇવેન્ટ્સમાં ભાગ લેશે નહીં. અમે પાકિસ્તાની ટીમોને ભારતમાં રમવાની મંજૂરી આપીશું નહીં. જોકે મલ્ટી નેશન કાર્યક્રમો પર તેની કોઇ અસર નહીં પડે.
ટીમને મલ્ટી નેશન આયોજનોમાં રોકીશું નહીં
ખેલ મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે અમે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમવાથી રોકીશું નહીં કારણ કે તે એક મલ્ટી નેશન સ્પર્ધા છે. તેમણે કહ્યું કે પરંતુ દ્વિપક્ષીય સ્પર્ધાઓ માટે પાકિસ્તાનને ભારતની ધરતી પર આવવા દેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ અમે તેમને મલ્ટી નેશન આયોજનોમાં રોકીશું નહીં, કારણ કે અમે ઓલિમ્પિક ચાર્ટરનું પાલન કરીશું.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટરોએ વધુ ફિટ થવું પડશે, યો-યો પછી હવે બ્રોનકો ટેસ્ટ ફરજિયાત! જાણો તેના વિશે બધી માહિતી
શું ભારતીય ટીમને કોઈ પણ બહુપક્ષીય સ્પર્ધા માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે અંગેના સવાલ પર સૂત્રએ જણાવ્યું હતું કે કે આવી સ્થિતિમાં અમે કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ મામલાની તપાસ કરીશું. મલ્ટી નેશન સ્પર્ધાઓમાં પણ અમે અમારા એથ્લેટ્સને મુશ્કેલીમાં મૂકી શકીએ નહીં.





