Sreesanth : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની સાથે પોતાના રમતના દિવસોની એક મજેદાર કીસ્સો શેર કર્યો હતો. શ્રીસંતે કહ્યું કે ધોનીએ તેને એક કેપ્ટન અને મિત્ર તરીકે તેની ક્ષમતાનો અહેસાસ કરાવ્યો હતો, પણ હું પોતે મારી પ્રતિભા, મારી ક્ષમતાને સમજી શક્યો ન હતો.
ધોનીએ 2007 અને 2011માં પોતાની કેપ્ટન્સીમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું ત્યારે શ્રીસંત ભારતીય ટીમનો હિસ્સો હતો. એક બોલર તરીકે તે પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ આ મહત્વપૂર્ણ અવસરો પર મેદાન પર તેની હાજરી ચોક્કસ બતાવવામાં આવી હતી. શ્રીસંતે મેચ ફિક્સિંગ કાંડ પહેલા 2011માં ભારત માટે પોતાની અંતિમ મેચ રમી હતી.
ફિલ્ડિંગ પર ધ્યાન ન આપવા બદલ ધોનીને ઠપકો આપ્યો હતો
શ્રીસંતે એક રમૂજી ઘટનાને યાદ કરી હતી જ્યારે એક મેચ દરમિયાન ધોનીએ તેને ફિલ્ડિંગ પર ધ્યાન ન આપવા બદલ ઠપકો આપ્યો હતો. ધોનીએ મજાકમાં તેને કહ્યું હતું કે શ્રીસંત તે સમયે ઘણી ગર્લફ્રેન્ડ હોવાને કારણે દરેક મેદાન પર એક શોધી શકે છે. શ્રીસંતે પદ્મજીત સેહરાવતના પોટકાસ્ટ પાર વાત કરતા કહ્યું કે તે દિવસોમાં મારી એટલી બધી ગર્લફ્રેન્ડ હતી કે ધોની વિચારતો હતો કે હું દરેક ગ્રાઉન્ડમાંથી એક શોધી લઇશ.
આ પણ વાંચો – ધોનીએ ડ્રોપ કર્યો ત્યારે સેહવાગે નિવૃત્તિનું મન બનાવી લીધું હતું, સચિન તેંડુલકરે આવી રીતે રોક્યો હતો
શ્રીસંતે વધુમાં કહ્યું કે ધોની એકમાત્ર એવો કેપ્ટન અને મિત્ર હતો કે જેણે મને સમજાવ્યું હતુ કે મારી ક્ષમતા મને ઊંચે લઈ જઈ શકે છે, પણ હું મારી ક્ષમતાને સમજી શકતો નથી. તેણે કહ્યું કે આ ઘટના 2010માં ભારત-ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન બની હતી. ત્યારે ધોનીએ મને બૂમ પાડીને તેની ફિલ્ડિંગ પોઝિશન પર આવવા કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તે જ્યાં ઉભો છે ત્યાં તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી.