SRH vs GT Highlights, IPL 2024 : આઈપીએલ 2024, વરસાદના કારણે મેચ રદ, હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચ્યું

SRH vs GT Highlights : વરસાદના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ થઇ ગઇ છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. વરસાદના કારણે આ મેચ રદ થતા હૈદરાબાદને ફાયદો થયો છે. તે 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગયું

SRH vs GT Highlights : વરસાદના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ થઇ ગઇ છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. વરસાદના કારણે આ મેચ રદ થતા હૈદરાબાદને ફાયદો થયો છે. તે 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગયું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
SRH vs GT Rain, SRH vs GT, IPL 2024

IPL 2024, SRH vs GT : વરસાદના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ થઇ (તસવીર - એક્સપ્રેસ)

Sunrisers Hyderabad vs Gujarat Titans Highlights, IPL 2024, આઈપીએલ 2024, ગુજરાત વિ. હૈદરાબાદ સ્કોર : વરસાદના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ થઇ ગઇ છે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. વરસાદના કારણે આ મેચ રદ થતા હૈદરાબાદને ફાયદો થયો છે. તે 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગયું છે. ગુજરાતને છેલ્લી બે મેચ વરસાદમાં ધોવાઇ ગઇ છે.

Advertisment

દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાંથી બહાર

વરસાદના કારણે આ મેચ રદ થતા દિલ્હી કેપિટલ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે કારણ કે તેનો નેટ રન રેટ (-0.377) આરસીબીના રનરેટ (+0.387) કરતાં ઘણો પાછળ છે અને તેમની પાસે કોઈ મેચ બાકી નથી. જ્યારે એલએસજી માટે પ્લેઓફમાં પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ બની જશે. તેનો નેટ રન રેટ -0.787 છે. તેણે બેંગલુરુથી આગળ જવા માટે ઓછામાં ઓછા 400 રનથી મેચ જીતવી પડશે. એટલે કે દિલ્હી અને લખનૌ બંનેની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરનાર ત્રીજી ટીમ બની છે. હવે પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય 18 મે ના રોજ બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં થશે.

  • May 16, 2024 23:01 IST

    હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરનાર ત્રીજી ટીમ બની

    હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરનાર ત્રીજી ટીમ બની છે. હવે પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય 18 મે ના રોજ બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં થશે.



  • May 16, 2024 23:00 IST

    મેચ રદ થતા દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર

    વરસાદના કારણે આ મેચ રદ થતા દિલ્હી કેપિટલ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે કારણ કે તેનો નેટ રન રેટ (-0.377) RCB (+0.387) કરતાં ઘણો પાછળ છે અને તેમની પાસે કોઈ મેચ બાકી નથી. જ્યારે એલએસજી માટે પ્લેઓફમાં પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ બની જશે. તેનો નેટ રન રેટ -0.787 છે. તેણે બેંગલુરુથી આગળ જવા માટે ઓછામાં ઓછા 400 રનથી મેચ જીતવી પડશે. એટલે કે દિલ્હી અને લખનૌ બંનેની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે.



  • Advertisment
  • May 16, 2024 23:00 IST

    વરસાદના કારણે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચ રદ

    વરસાદના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ થઇ ગઇ છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. વરસાદના કારણે આ મેચ રદ થતા હૈદરાબાદને ફાયદો થયો છે. તે 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગયું છે.



  • May 16, 2024 21:11 IST

    મેચ રદ થશે તો હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચશે

    જો આ મેચ વરસાદને કારણે નહીં રમાય તો હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. હૈદરાબાદની ટીમ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની જશે. આ પહેલા કેકેઆર અને રાજસ્થાન પ્લેઓફમાં પહોંચી ચૂક્યા છે.



  • May 16, 2024 21:10 IST

    હૈદરાબાદમાં સતત વરસાદે મેચની મજા બગાડી

    હૈદરાબાદમાં સતત વરસાદે મેચની મજા બગાડી નાખી છે. જો આ મેચ 10.30 વાગ્યે શરૂ થાય છે, તો 5-5 ઓવરની મેચ રમી શકાય છે. જોકે 5-5 ઓવર મેચ માટે પણ વરસાદ રોકવો જરૂરી છે. વરસાદ બંધ થયા પછી મેદાનને રમવા યોગ્ય બનાવવામાં પણ ઘણો સમય લાગશે. હાલમાં વરસાદ પડી રહ્યો છે અને ચાહકો ખેલાડીઓની સાથે છે હજુ પણ રાહ જોઈ રહ્યા છીએ.



  • May 16, 2024 19:02 IST

    હૈદરાબાદમાં વરસાદ, ટોસમાં વિલંબ

    હૈદરાબાદમાં વરસાદના કારણે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ટોસમાં વિલંબ થશે.



  • May 16, 2024 18:42 IST

    ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

    આઈપીએલમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 162 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 195અને લોએસ્ટ સ્કોર 154 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે ગુજરાતનો 7 વિકેટે વિજય થયો હતો.



  • May 16, 2024 18:42 IST

    ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.



સનરાઇઝર્સ હૈદરાબાદ ગુજરાત ટાઇટન્સ shubman gill IPL સ્પોર્ટ્સ