Sunrisers Hyderabad vs Lucknow Super Giants Highlights, IPL 2024, આઈપીએલ 2024, હૈદરાબાદ વિ. લખનઉ સ્કોર : ટ્રેવિસ હેડ (અણનમ 89)અને અભિષેક શર્માની (અણનમ 75)આક્રમક અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 10 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 9.4 ઓવરમાં વિના વિકેટે 167 રન બનાવી લીધા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, દીપક હુડા, ક્રુણાલ પંડ્યા, કે ગૌતમ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક.
સનરાઈઝર્સ હૈદરાબાદ : નીતિશ રેડ્ડી, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિયાસકાંથ વિજયકાંત, ટી નટરાજન.





