IPL 2024, SRH vs MI Highlights : મુંબઈ સામે હૈદરાબાદનો વિજય, 40 ઓવરમાં 523 રન બન્યા

SRH vs MI Highlights, Sunrisers Hyderabad vs Mumbai Indians: અભિષેક શર્માના 23 બોલમાં 63, ટ્રેવિસ હેડના 24 બોલમાં 62 અને ક્લાસેનના 34 બોલમાં 80 રન

SRH vs MI Highlights, Sunrisers Hyderabad vs Mumbai Indians: અભિષેક શર્માના 23 બોલમાં 63, ટ્રેવિસ હેડના 24 બોલમાં 62 અને ક્લાસેનના 34 બોલમાં 80 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
SRH vs MI Live Updates, SRH vs MI, IPL 2024

SRH vs MI Live Score, IPL 2024: આઈપીએલ 2024ના આઠમાં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

Sunrisers Hyderabad vs Mumbai Indians Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. હૈદરાબાદ સ્કોર : હેનરિચ ક્લાસેન (80), અભિષેક શર્મા (63)અને ટ્રેવિસ હેડની (62)આક્રમક અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 31 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવી શક્યું હતું. મુંબઈનો સતત બીજો પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદે પ્રથમ જીત નોંધાવી છે. મેચમાં કુલ 40 ઓવરમાં 523 રન બન્યા હતા.

Advertisment

સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો

આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો રેકોર્ડ તોડ્યો છે. આરસીબીએ 2013માં પૂણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 263 રન બનાવ્યા હતા.

બન્ને ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ : ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટીમ ડેવિડ, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, ક્વેન માફાકા

સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, 5 હેનરિક ક્લાસેન, 6 અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ

Advertisment
  • Mar 27, 2024 23:22 IST

    સનરાઇઝર્સ હૈદરાબાદનો 31 રને વિજય

    હેનરિચ ક્લાસેન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની આક્રમક અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 31 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવી શક્યું હતું. મુંબઈનો સતત બીજો પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદે પ્રથમ જીત નોંધાવી છે.



  • Mar 27, 2024 23:21 IST

    ટીમ ડેવિડના અણનમ 42 રન

    ટીમ ડેવિડના 22 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે અણનમ 42 રન. રોમારીયો શેફર્ડના 6 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 15 રન.



  • Mar 27, 2024 23:13 IST

    હાર્દિક પંડ્યા 24 રને આઉટ

    હાર્દિક પંડ્યા 20 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 24 રન બનાવી ઉનડકટનો શિકાર બન્યો.



  • Mar 27, 2024 23:05 IST

    તિલક વર્મા 64 રને આઉટ

    તિલક વર્મા 34 બોલમાં 2 ફોર 6 સિક્સર સાથે 64 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 27, 2024 22:36 IST

    નમન ધીર 30 રને આઉટ

    નમન ધીર 14 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 30 રન બનાવી ઉનડકટની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 27, 2024 22:29 IST

    તિલક વર્માની અડધી સદી

    તિલક વર્માના 24 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે અડધી સદી.



  • Mar 27, 2024 22:26 IST

    મુંબઈ ઇન્ડિયન્સના 10 ઓવરમાં 2 વિકેટે 141

    મુંબઈ ઇન્ડિયન્સના 10 ઓવરમાં 2 વિકેટે 141 રન. નમન ધીર 26 અને તિલક વર્મા 47 રને રમતમાં છે.



  • Mar 27, 2024 21:58 IST

    રોહિત શર્મા 26 રને આઉટ

    રોહિત શર્મા 12 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 26 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Mar 27, 2024 21:58 IST

    ઇશાન કિશન 34 રને આઉટ

    ઇશાન કિશન 13 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે 34 રન બનાવી શહબાઝ અહમદનો શિકાર બન્યો.



  • Mar 27, 2024 21:28 IST

    હૈદરાબાદની ઐતહાસિક સિદ્ધિ

    — IndianPremierLeague (@IPL) March 27, 2024



  • Mar 27, 2024 21:26 IST

    હૈદરાબાદે આઈપીએલમાં હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો

    આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો રેકોર્ડ તોડ્યો છે. આરસીબીએ 2013માં પૂણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 263 રન બનાવ્યા હતા.



  • Mar 27, 2024 21:25 IST

    મુંબઈ બોલિંગ

    મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા, કોત્ઝે અને પીયુષ ચાવલાએ 1-1 વિકેટ ઝડપી.



  • Mar 27, 2024 21:25 IST

    ક્લાસેનના 34 બોલમાં અણનમ 80 રન

    હેનરિચ ક્લાસેનના 34 બોલમાં 4 ફોર 7 સિક્સર સાથે અણનમ 80 રન. માર્કરામના 28 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 42 રન.



  • Mar 27, 2024 21:08 IST

    હેનરિચ ક્લાસેનની અડધી સદી

    હેનરિચ ક્લાસેને 23 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Mar 27, 2024 20:58 IST

    હૈદરાબાદના 16 ઓવરમાં 3 વિકેટે 214 રન

    હૈદરાબાદના 16 ઓવરમાં 3 વિકેટે 214 રન. ક્લાસેન 30 અને માર્કરામ 34 રને રમતમાં



  • Mar 27, 2024 20:34 IST

    અભિષેક શર્મા 63 રને આઉટ

    અભિષેક શર્મા 23 બોલમાં 3 ફોર 7 સિક્સર સાથે 63 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં આઉટ થયો. 161 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Mar 27, 2024 20:27 IST

    અભિષેક શર્માએ હૈદરાબાદ તરફથી સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી

    અભિષેક શર્માએ 16 બોલમાં 2 ફોર 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી. અભિષેકે હૈદરાબાદ તરફથી સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી.



  • Mar 27, 2024 20:21 IST

    ટ્રેવિસ હેડના 24 બોલમાં 62 રન

    ટ્રેવિસ હેડ 24 બોલમાં 9 ફોર 3 સિક્સર સાથે 62 રન બનાવી કોત્ઝેનો શિકાર બન્યો. હૈદરાબાદે 113 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 27, 2024 20:05 IST

    ટ્રેવિસ હેડની 18 બોલમાં અડધી સદી

    ટ્રેવિસ હેડે 18 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Mar 27, 2024 20:01 IST

    હૈદરાબાદના 5 ઓવરમાં 1 વિકેટે 58 રન

    હૈદરાબાદના 5 ઓવરમાં 1 વિકેટે 58 રન. ટ્રેવિસ હેડ 44 અને અભિષેક શર્મા 1 રને રમતમાં



  • Mar 27, 2024 20:00 IST

    મયંક અગ્રવાલ 11 રને આઉટ

    મયંક અગ્રવાલ 13 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો. હૈદરાબાદે 45 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 27, 2024 19:44 IST

    હૈદરાબાદના ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા

    હૈદરાબાદના ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા. પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.



  • Mar 27, 2024 19:15 IST

    સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

    ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, 5 હેનરિક ક્લાસેન, 6 અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.



  • Mar 27, 2024 19:13 IST

    મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઈંગ ઇલેવન

    ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટીમ ડેવિડ, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, ક્વેન માફાકા



  • Mar 27, 2024 19:09 IST

    રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ તરફથી 200મી મેચ

    — Mumbai Indians (@mipaltan) March 27, 2024



  • Mar 27, 2024 19:09 IST

    મુંબઈએ ટોસ જીત્યો

    — IndianPremierLeague (@IPL) March 27, 2024



  • Mar 27, 2024 19:04 IST

    મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Mar 27, 2024 18:30 IST

    પ્રેક્ટિસ સેશન દરમિયાન ભુવનેશ્વર કુમાર

    — SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024



  • Mar 27, 2024 18:00 IST

    મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ના આઠમાં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.



  • Mar 27, 2024 18:00 IST

    મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ

    આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચો રમાઇ છે. જેમાં 12 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે.



  • Mar 27, 2024 17:59 IST

    મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2024ના આઠમાં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.



સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક IPL સ્પોર્ટ્સ