Sunrisers Hyderabad vs Punjab Kings Highlights, IPL 2024, આઈપીએલ 2024, હૈદરાબાદ વિ. પંજાબ સ્કોર : અભિષેક શર્માની અડધી સદી (66) અને હેનરિચ ક્લાસેનના 42 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, રિલી રોસો, અથર્વ તાઈડે, શશાંક સિંહ, જીતેશ શર્મા (કેપ્ટન), આશુતોષ શર્મા, શિવમ સિંહ, હરપ્રીત બરાર, ઋષિ ધવન, હર્ષલ પટેલ, રાહુલ ચહર .
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાંથ, ટી નટરાજન.





