SRH vs RCB Highlights, IPL 2024 : આઈપીએલ 2024, આખરે આરસીબીને જીત મળી, હૈદરાબાદનો પરાજય

SRH vs RCB Highlights, Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru: વિરાટ કોહલી અને રજત પાટીદારની અડધી સદી, આરસીબીનો 35 રને વિજય

Written by Ashish Goyal
Updated : April 25, 2024 23:46 IST
SRH vs RCB Highlights, IPL 2024 : આઈપીએલ 2024, આખરે આરસીબીને જીત મળી, હૈદરાબાદનો પરાજય
SRH vs RCB Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru Highlights, IPL 2024, આઈપીએલ 2024 બેંગલોર વિ. હૈદરાબાદ સ્કોર : વિરાટ કોહલી અને રજત પાટીદારની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 35 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શક્યું હતું.

બન્ને ટીમો આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, ટી નટરાજન.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ.

Live Updates

આરસીબીનો 35 રને વિજય

વિરાટ કોહલી અને રજત પાટીદારની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 35 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શક્યું હતું.

શાહબાઝ અહમદના અણનમ 40 રન

શાહબાઝ અહમદ 37 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 40 રન બનાવી અણનમ રહ્યો.

ભુવનેશ્વર કુમાર 13 રને આઉટ

ભુવનેશ્વર કુમાર 13 બોલમાં 3 ફોર સાથે 13 રન બનાવી ગ્રીનનો શિકાર બન્યો,

પેટ કમિન્સ 31 રને આઉટ

પેટ કમિન્સ 15 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 31 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.

અબ્દુલ સમદ 10 રને આઉટ

અબ્દુલ સમદ 6 બોલમાં 1 સિક્સર સાથે 10 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.

નીતિશ કુમાર રેડ્ડી 13 રને આઉટ

નીતિશ કુમાર રેડ્ડી 13 બોલમાં 1 સિક્સર સાથે 13 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 69 રને પાંચમી વિકેટ ગુમાવી.

હેનરિચ ક્લાસેન 7 રને આઉટ

હેનરિચ ક્લાસેન 3 બોલમાં 1 સિક્સર સાથે 7 રન બનાવી સ્પપ્નિલ સિંહનો બીજો શિકાર બન્યો.

માર્કરામ 7 રને આઉટ

એડન માર્કરામ 8 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી સ્વપ્નિલ સિંહની ઓવરમાં એલબી આઉટ થયો.

અભિષેક શર્મા 37 રને આઉટ

અભિષેક શર્મા 13 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે યશ દયાલની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 37 રને બીજી વિકેટ ગુમાવી.

ટ્રેવિસ હેડ 1 રને આઉટ

ટ્રેવિસ હેડ 3 બોલમાં 1 રન બનાવી જેક્સની ઓવરમાં કેચ આઉટ થયો.

આરસીબીના 20 ઓવરમાં 7 વિકેટે 206 રન

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 7 વિકેટે 206 રન. સનરાઇઝર્સ હૈદરાબાદને 207 રનનો પડકાર મળ્યો છે.

કેમરોન ગ્રીન 37 રને અણનમ

કેમરોન ગ્રીન 20 બોલમાં 5 ફોર સાથે 37 રન બનાવી અણનમ રહ્યો.

સ્પપ્નિલ સિંહ 12 રને આઉટ

સ્પપ્નિલ સિંહ 6 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન બનાવી નટરાજનની ઓવરમાં આઉટ થયો.

દિનેશ કાર્તિક 11 રને આઉટ

દિનેશ કાર્તિક 6 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.

મહિપાલ લોમરોર 7 રને આઉટ

મહિપાલ લોમરોર 4 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી ઉનડકટનો ત્રીજો શિકાર બન્યો.

કોહલી 51 રને આઉટ

વિરાટ કોહલીએ 43 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 51 રન બનાવી જયદેવ ઉનડકટની ઓવરમાં કેચ આઉટ થયો.

વિરાટ કોહલીની અડધી સદી

વિરાટ કોહલીએ 37 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

રજત પાટીદાર 50 રને આઉટ

રજત પાટીદાર 20 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે 50 રન બનાવી જયદેવ ઉનડકટની ઓવરમાં આઉટ થયો.

રજત પાટીદારની અડધી સદી

રજત પાટીદારે 19 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી

વિલ જેક્સ 6 રને આઉટ

વિલ જેક્સ 9 બોલમાં 6 રન બનાવી મયંક માર્કન્ડેની ઓવરમાં બોલ્ડ થયો.

પ્લેસિસ 25 રને આઉટ

ફાફ ડુ પ્લેસિસ 12 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 25 રન બનાવી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, ટી નટરાજન.

આરસીબીએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 24 મુકાબલા થયા છે. જેમાં 10 મેચમાં બેંગલોરનો વિજય થયો છે અને 13 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગલોરનો હાઈએસ્ટ સ્કોર 262 અને લોએસ્ટ સ્કોર 68 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 287 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. 2024ની સિઝનમાં જ્યારે બન્ને ટકરાયા ત્યારે હૈદરાબાદનો વિજય થયો હતો. હૈદરાબાદે 287 રન બનાવી આઈપીએલના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ બેંગલોરે પણ 262 રન ફટકારી દીધા હતા.

હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે મુકાબલો

આઈપીએલ 2024ની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ