/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/SRH-vs-RR-Live-Updates-.jpg)
SRH vs RR Highlights, IPL 2024 : આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય
Sunrisers Hyderabad vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. હૈદરાબાદ સ્કોર : નીતિશ કુમાર રેડ્ડી (76)અને ટ્રેવિસ હેડની અડધી સદી (58) બાદ ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. રાજસ્થાનને અંતિમ બોલે જીત માટે 2 રનની જરૂર હતી. જોકે પોવેલ ભુવનેશ્વર કુમારના અંતિમ બોલે એલબી આઉટ થયો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સેન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
- May 02, 2024 23:32 IST
ભુવનેશ્વરની 3 વિકેટ
હૈદરાબાદ તરફથી ભુવનેશ્વરે 3 વિકેટ. જ્યારે કમિન્સ અને નટરાજને 2-2 વિકેટ ઝડપી.
- May 02, 2024 23:31 IST
હૈદરાબાદનો 1 રને રોમાંચક વિજય
નીતિશ કુમાર રેડ્ડી (76)અને ટ્રેવિસ હેડની અડધી સદી (58) બાદ ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 200 રન બનાવી શક્યું હતું.
- May 02, 2024 23:28 IST
રોવમન પોવેલ અંતિમ બોલે આઉટ
રોવમન પોવેલ 15 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 27 રન બનાવી અંતિમ બોલે ભુવનેશ્વર કુમારની ઓવરમાં એલબી આઉટ થયો.
- May 02, 2024 23:16 IST
ધ્રુવ જુરેલ 1 રને આઉટ
ધ્રુવ જુરેલ 3 બોલમાં 1 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 02, 2024 23:15 IST
હેટમાયર 13 રને આઉટ
શિમરોન હેટમાયર 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી નટરાજનની ઓવરમાં આઉટ થયો.
- May 02, 2024 23:04 IST
રિયાન પરાગ 77 રને આઉટ
રિયાન પરાગ 49 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે 77 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 02, 2024 22:50 IST
યશસ્વી જયસ્વાલ 67 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 40 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 67 રન બનાવી નટરાજનની ઓવરમાં બોલ્ડ થયો.
- May 02, 2024 22:46 IST
રિયાન પરાગની અડધી સદી
રિયાન પરાગે 31 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 02, 2024 22:43 IST
યશસ્વી જયસ્વાલની અડધી સદી
યશસ્વી જયસ્વાલે 30 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 02, 2024 22:00 IST
રાજસ્થાનના 50 રન
રાજસ્થાન રોયલ્સે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 02, 2024 21:34 IST
સંજુ સેમસન 00 રને બોલ્ડ
સંજુ સેમસન 3 બોલમાં ખાતું ખોલાયા વિના ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને પ્રથમ ઓવરમાં 2 વિકેટ ગુમાવી.
- May 02, 2024 21:30 IST
જોશ બટલર પ્રથમ બોલે આઉટ
જોશ બટલર પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 02, 2024 21:17 IST
સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 3 વિકેટે 201 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવી લીધા છે. રાજસ્થાનને જીતવા માટે 202 રનનો પડકાર મળ્યો છે.
- May 02, 2024 21:16 IST
નીતિશ કુમાર રેડ્ડીના અણનમ 76 રન
નીતિશ કુમાર રેડ્ડીના 42 બોલમાં 3 ફોર 8 સિક્સર સાથે અણનમ 76 રન. હેનરિચ ક્લાસેનના 19 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અણનમ 42 રન.
- May 02, 2024 20:55 IST
નીતિશ કુમાર રેડ્ડીની અડધી સદી
નીતિશ કુમાર રેડ્ડીએ 30 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 02, 2024 20:44 IST
ટ્રેવિસ હેડ 57 રને આઉટ
ટ્રેવિસ હેડ 44 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 57 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.
- May 02, 2024 20:37 IST
ટ્રેવિસ હેડની અડધી સદી
ટ્રેવિસ હેડે 39 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 02, 2024 20:14 IST
અનમોલપ્રીત સિંહ 5 રને આઉટ
અનમોલપ્રીત સિંહ 5 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 35 રને બીજી વિકેટ ગુમાવી.
- May 02, 2024 19:54 IST
અભિષેક શર્મા 12 રને આઉટ
અભિષેક શર્મા 10 બોલમાં 1 સિક્સર સાથે 12 રન બનાવી અવેશ ખાનનો શિકાર બન્યો.
- May 02, 2024 19:10 IST
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
- May 02, 2024 19:10 IST
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સેન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
- May 02, 2024 19:04 IST
હૈદરાબાદે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- May 02, 2024 18:50 IST
રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 18 મુકાબલા થયા છે. જેમાં 9 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 220 અને લોએસ્ટ સ્કોર 102 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.
- May 02, 2024 18:50 IST
રાજસ્થાન રોયલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us