Sunrisers Hyderabad vs Rajasthan Royals Match, IPL 2025, SRH vs RR: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ટક્કર થઈ. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં SRH એ 44 રનથી જીત મેળવી. રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 287 રનનો લક્ષ્યાંક હતો, જેનો પીછો કરતી વખતે તેઓ છ વિકેટે માત્ર 242 રન જ બનાવી શક્યા.
આજની આઈપીએલ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે ટોચ જતને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો સનરાઇઝ હૈદરાબાદ ટીમ મેચ જીતવા તમામ પ્રયાસ કરશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ગત સિઝનમાં રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. ટીમે અનેક વખત 270 રનનો આંકડો પાર કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઇશાન કિશનના આગમનથી બેટિંગ મજબૂત બની છે. પેટ કમિન્સ ટીમનું નેતૃત્વ કરશે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ 11
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિચ ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.
રાજસ્થાન રોયલ્સના પ્લેઇંગ 11
યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ ત્શીના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલાહ ફારૂકી.





