/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/sri-lanka.jpg)
world cup qualifiers 2023 : શ્રીલંકા વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય (તસવીર - ટ્વિટર)
world cup qualifiers 2023 : આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 ના સુપર સિક્સની ચોથી મેચમાં શ્રીલંકાએ ઝિમ્બાબ્વે સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ શ્રીલંકાએ વનડે વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કરી લીધું છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરતા 165 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં શ્રીલંકાએ 166 રનનો ટાર્ગેટ 33.1 ઓવરમાં આસાનીથી મેળવી લીધો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ અણનમ 101 રન બનાવ્યા હતા.
2 નવેમ્બરે ભારત અને શ્રીલંકાની મેચ રમાશે
શ્રીલંકાની ટીમ વન ડે વર્લ્ડકપ 2023 માટે ક્વોલિફાય થઈ ચુકી છે અને હવે તેનો મુકાબલો 2 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે થશે. વન ડે વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે હવે વાનખેડે સ્ટેડિયમમાં 12 વર્ષ બાદ ભારતની ભૂમિ પર મુકાબલો ખેલાશે. આ પહેલા વાનખેડેમાં વન ડે વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા ટકરાયા હતા. જેમાં ભારતે એમએસ ધોનીની કેપ્ટનશિપમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત વન-ડે વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.
આ પણ વાંચો - વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ
Sri Lanka are #CWC23 bound 🤩🇱🇰 pic.twitter.com/DfV6N7TSKY
— ICC (@ICC) July 2, 2023
પથુમ નિસાંકાએ અણનમ સદી ફટકારી
આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ શ્રીલંકાની બોલિંગ સામે ઝિમ્બાબ્વેની બેટિંગ સંપૂર્ણપણે ધરાશાયી થઇ ગઇ હતી. સીન વિલિયમ્સે 56 રન, જ્યારે સિકંદર રઝાએ 31 રન બનાવ્યા હતા. પરંતુ ટીમને અન્ય ખેલાડીઓનો વધુ સાથ મળ્યો ન હતો. શ્રીલંકા માટે દિલશાન મધુશંકાએ ત્રણ જ્યારે મતિક્ષા પથિરાનાએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને આસાનીથી મેળવી લીધો હતો. પથુમ નિસાંકા અને દિમુથ કરુણારત્નેએ પ્રથમ વિકેટ માટે 103 રનની શતકીય ભાગીદારી કરી હતી. ત્યાર બાદ કરુણારત્ને 30 રન બનાવી આઉટ થયો હતો. આ પછી નિસાંકાએ કુસલ મેન્ડિસ સાથે જોડી જમાવીને ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. નિસાંકાએ 102 બોલમાં 14 ફોરની મદદથી અણનમ 101 રન કર્યા હતા જ્યારે કરુણારત્ને 25 રને અણનમ રહ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us