શ્રીલંકા વિ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ : કુશલ મેન્ડિસ ના આક્રમક 84 રન, શ્રીલંકાએ પકડ મજબૂત બનાવી

Sri Lanka vs Bangladesh 2nd Test : બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના 247 રનના જવાબમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં 458 રન બનાવીને 211 રનની લીડ મેળવી. શ્રીલંકા તરફથી પથુમ નિશંકાએ 158 અને કુશલ મેન્ડિસે 84 રન બનાવ્યા

Written by Ashish Goyal
June 27, 2025 14:52 IST
શ્રીલંકા વિ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ : કુશલ મેન્ડિસ ના આક્રમક 84 રન, શ્રીલંકાએ પકડ મજબૂત બનાવી
કુશલ મેન્ડિસે 87 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 84 રન બનાવ્યા (@OfficialSLC)

Sri Lanka vs Bangladesh 2nd Test : શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. બાંગ્લાદેશના 247 રનના જવાબમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં 458 રન બનાવીને પ્રથમ દાવમાં 211 રનની લીડ મેળવી છે. શ્રીલંકા તરફથી પથુમ નિશંકાએ 158 અને કુશલ મેન્ડિસે 84 રન બનાવ્યા હતા.

પથુમ નિશંકાના 158 રન

ત્રીજા દિવસની શરુઆત શ્રીલંકાએ 2 વિકેટે 290 રનથી કરી હતી. ગઇકાલના સ્કોરમાં વધુ 10 રન ઉમેરી પથુમ નિશંકા 158 રને તાઇજુલ ઇસ્લામનો શિકાર બન્યો હતો. તેણે 254 બોલમાં 19 ફોર સાથે 258 રન બનાવ્યા હતા. કેપ્ટન ધનંજયા ડી સિલ્વા 7 અને પ્રબાથ જયસૂર્યા 10 રને આઉટ થયા હતા.

આ પછી કુશલ મેન્ડિસે એક છેડો સાચવી રાખ્યો હતો અને આક્રમક બેટિંગ કરતા 87 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 84 રન બનાવી રન આઉટ થયો હતો. આ સિવાય કામિન્દુ મેન્ડિસે 33 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તાઇજુલ ઇસ્લામે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.નઇમ હસનને 3 વિકેટ મળી હતી.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં નહીં રમે! ભારત પાસે શું છે બોલિંગ પ્લાન?

કુશલ મેન્ડિસ હંમેશા બાગ્લાદેશ સામે ઝળકે છે

કુશલમેન્ડિસે 2017 માં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેણે અત્યાર સુધીમાં આ ટીમ સામે 10 મેચ રમી છે અને 16 ઇનિંગ્સમાં 52.56 ની પ્રભાવશાળી સરેરાશ સાથે 841 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. બાંગ્લાદેશ સામે મેન્ડિસનો શ્રેષ્ઠ સ્કોર 196 રન છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં આ ટીમ સામે સૌથી વધુ રન બનાવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ