શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુણાતિલકેની સિડનીમાં ધરપકડ, બળાત્કારના આરોપમાં પોલીસે પકડ્યો

Danushka Gunathilaka Arrested: દાનુષ્કા ગુણાતિલકે શ્રીલંકા તરફથી 8 ટેસ્ટ, 47 વન-ડે અને 46 T20I રમ્યો છે, . શ્રીલંકાની ટીમ તેના વગર ઓસ્ટ્રેલિયાથી પોતાના દેશ પરત ફરી છે

Danushka Gunathilaka Arrested: દાનુષ્કા ગુણાતિલકે શ્રીલંકા તરફથી 8 ટેસ્ટ, 47 વન-ડે અને 46 T20I રમ્યો છે, . શ્રીલંકાની ટીમ તેના વગર ઓસ્ટ્રેલિયાથી પોતાના દેશ પરત ફરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુણાતિલકેની સિડનીમાં ધરપકડ કરવામાં આવી (Photo: Twitter/@danushka_70)

Danushka Gunathilaka Arrested: શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુણાતિલકેની સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. તેની સિડની પોલીસે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી છે. કથિત રીતે યૌન ઉત્પીડનની ઘટના પછી સ્થાનીય પોલીસ દ્વારા દાનુષ્કા ગુણાતિલકેની સિડનીની ટીમ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે એક ઓનલાઇન ડેટિંગ એપ્લેકિશનના માધ્યમથી ઘણા દિવસો સુધી તેની સાથે સંવાદ કર્યા પછી મહિલાએ ગુણાતિલકે સાથે મુલાકાત કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે બુધવારે 2 નવેમ્બરની સાંજે યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રોજ બે માં એક સ્થળ પર કથિત અપરાધ સ્થળની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું કે એક 31 વર્ષીય વ્યક્તિની સિડનીના સસેક્સ સ્ટ્રીટની એક હોટલમાં રવિવારે ધરપકડ કરવામાં આવી છે. તેને સિડની સિટી પોલીસ સ્ટેશન લઇ જવાયો અને યૌન ઉત્પીડનના ચાર મામલાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો છે. શ્રીલંકાના નાગરિકને ઓડિયો વિઝ્યુલ લિંકમા માધ્યમથી પરરામટ્ટા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યા તેને જામીન આપવાથી ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો - આઈસીસીનો મોટો નિર્ણય, સેમિ ફાઇનલ, ફાઇનલ માટે બદલ્યો નિયમ

દાનુષ્કા ગુણાતિલકેની એક કથિત બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની ટીમ તેના વગર ઓસ્ટ્રેલિયાથી પોતાના દેશ પરત ફરી છે. શ્રીલંકાની ટીમ સાથે જોડાયેલા એક સૂત્રએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.

Advertisment

દાનુષ્કા ગુણાતિલકે શ્રીલંકા તરફથી 8 ટેસ્ટ, 47 વન-ડે અને 46 T20I રમ્યો છે. વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડની મેચમાં નાબીબિયા સામે રમ્યો હતો અને શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી ઇજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પોતાની વેબસાઇટ પર એક અજ્ઞાત શ્રીલંકન નાગરિકની ધરપકડનો ઉલ્લેખ કર્યો છે.

ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ