/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Indian-Cricket-Team-1.jpg)
Team India Sri Lanka Tour: ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસે જશે, ત્રણ વનડે ત્રણ ટી20 રમશે. (ફોટો ક્રેડિટ બીસીસીઆઇ ટ્વિટર)
ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા જીતની ખુશી મનાવી રહી છે. યુવા ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે સામે પાંચ ટી20 મેચની સિરીઝ રમી રહી છે. આ સંજોગોમાં ચાલુ જુલાઇ માસના અંતમાં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે જનાર છે. જ્યાં ભારત વિ શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ 27 જુલાઇથી શરુ થનાર છે. જોકે આ અંગે હજુ મેચ શિડ્યૂલ નક્કી થયું નથી.
ભારતીય ટીમ હાલમાં મિશ્ર માહોલમાંથી પસાર થઇ રહી છે. ટી20 વર્લ્ડ કપ જીતની ખુશી છે તો બીજી તરફ ટીમ ઇન્ડિયા કોચ રાહુલ દ્રવિડ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સંજોગોમાં આ દિગ્ગજ ખેલાડીઓ જુલાઇ માસમાં શ્રીલંકા પ્રવાસે જનાર ટીમ ઇન્ડિયાનો ભાગ હશે કે કેમ તેમજ કોચ કોણ હશે એ મોટો સવાલ છે.
T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર રોહિત શર્મા, વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભાગ લે તેવી અપેક્ષા હતી જોકે બીસીસીઆઇ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શ્રીલંકા સામેની સિરીઝમાં સિનિયર્સ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ પણ શ્રીલંકા સામેની શ્રેણીમાં કદાચ નહીં રમે.
યુવા ખેલાડી અભિષેક શર્માએ ટી20 સદી સાથે બનાવ્યો નવો રેકોર્ડ
સિનિયર્સ ખેલાડીઓના આરામને પગલે શ્રીલંકા સામેની સિરીઝમાં બીસીસીઆઇને યુવા ખેલાડીઓ પર વધુ મદાર રાખવો પડશે. હાલમાં ઝિમ્બાબ્વે સામે રમી રહેલ યુવા ટીમ ઇન્ડિયા ખેલાડીઓ પૈકી મોટાભાગના ખેલાડીઓ શ્રીલંકા સામે રમે એવી સંભાવના પ્રબળ છે. જોકે શ્રીલંકા સામેની ટીમ ઇન્ડિયા પસંદગી માટે આગામી સપ્તાહમાં બીસીસીઆઇની એક ખાસ બેઠક યોજાશે એવી માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો: બેટ શુભમન ગિલનું પણ સદી અભિષેક શર્માની
અહીં નોંધનિય છે કે, શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ટીમ હોમ સિઝનમાં પણ ભાગ લેશે. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી છે. ઓક્ટોબર નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ ભારત ટેસ્ટ સિરીઝ રમાશે એ પછી ભારતીય ટીમ ટી20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસે જનાર છે. એ પછી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us