Steve Smith Retirement : ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટ મેચ માંથી સંન્યાસની ઘોષણા કરી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડ-ઇન કેપ્ટન અને તોફાની બેટ્સમેન સ્ટીવ સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત સામેની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમની હાર બાદ બુધવારે 5 માર્ચ 2025 ના રોજ વન ડે ક્રિકેટ ટુર્નામેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, 35 વર્ષીય સ્ટીવ સ્મિથ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત સામે તેની ટીમનો સૌથી વધુ સ્કોર રહ્યો હતો. તેમણે 96 બોલમાં 73 રન બનાવ્યા હતા.
નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય: સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથે 4 માર્ચ 2025 ને મંગળવારની રાત્રે 4 વિકેટથી હાર્યા બાદ સાથી ખેલાડીઓને આ નિર્ણય વિશે માહિતી આપી હતી. તે ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથે કહ્યું, “લાગે છે કે હવે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે.” તે એક અદ્ભુત જર્ની રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને હું ખરેખર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ, શિયાળામાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને ત્યાર બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે રમવા માટે ઉત્સુક છું. મને લાગે છે કે, તે પ્લેટફોર્મ પર યોગદાન આપવા માટે મારે હજી ઘણું કરવાનું બાકી છે. ’
સ્ટીવ સ્મિથે લેગ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કર્યું
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફી માંથી ટીમની બહાર થયા બાદ વન ડે મેચ માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે અન્ય લોકો માટે “માર્ગ મોકળો કરવા” માટેનો યોગ્ય સમય છે. વર્ષ 2010માં લેગ સ્પિન ઓલરાઉન્ડર તરીકે પદાર્પણ કર્યા બાદ સ્ટીવ સ્મિથની ગણતરી ઓસ્ટ્રેલિયાના બેસ્ટ વન ડે બેટ્સમેનોમાં થાય છે. સ્ટીવ સ્મિથે 170 વન ડેમાં 43.28ની સરેરાશથી 5800 રન ફટકાર્યા હતા. તેમાં તેની 12 સદીનો પણ સમાવેશ થાય છે.
બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની 2015 અને 2023ની આઇસીસી વર્લ્ડ કપ વિજેતા ટીમોનો મહત્વનો સભ્ય હતો. વર્ષ 2015 અને 2021માં તેને ઓસ્ટ્રેલિયાના મેન્સ વન ડે પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને 2015માં તેને આઇસીસીની મેન્સ વન ડે ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું હતુ. તેણે 2015માં વન ડેની કેપ્ટન્સી સંભાળી હતી અને પોતાની છેલ્લી મેચમાં પણ ટીમનું સુકાન સંભાળ્યું હતુ. “હવે લોકો માટે 2027 ના વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક મહાન તક છે, તેથી તે યોગ્ય સમય લાગે છે. ’
સ્ટીવ સ્મિથના આગામી પગલાની રાહ જોઈ રહ્યા છીએ: સીઈઓ
સીએના ચીફ એક્ઝિક્યુટીવ ટોડ ગ્રીનબર્ગ અને પસંદગીકારોના ચેરમેન જ્યોર્જ બેઈલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સ્મિથના અપાર યોગદાનની પ્રશંસા કરી હતી અને લેજન્ડરી ક્રિકેટરની ભારોભાર પ્રશંસા કરી હતી. ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, “સ્ટીવને એક દિવસીય આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે ઉત્કૃષ્ટ અભિનંદન.” તેણે તેની કારકિર્દી દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રદર્શનમાં મોટું યોગદાન આપ્યું છે. ’
ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, “તેની અંતિમ વન ડે મેચ સુધીમાં, સ્ટીવે તમામ પરિસ્થિતિઓમાં રન બનાવવાની અવિશ્વસનીય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.” ટીમની સતત સફળતામાં તેમનું ચતુરાઈભર્યું નેતૃત્વ નિર્ણાયક રહ્યું છે, જેમાં 2015 અને 2023ના આઇસીસી વર્લ્ડ કપ વિજયનો પણ સમાવેશ થાય છે. અમે ભાગ્યશાળી છીએ કે સ્ટીવ સ્મિથ પાસે હજી પણ ટેસ્ટ અને ટી 20 મેદાનમાં ઘણું બધું આપવાનું બાકી છે. હું ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એકનું આગામી પગલું જોવા માટે ઉત્સુક છું.” ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયાથી બહારનો રસ્તો બતાવ્યો, ચેઝના મામલે પણ કમાલ કરી.