સુમિત નાગલ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં છવાયો, વિરાટ કોહલી સાથે પણ છે ખાસ સંબંધ

ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં છવાઇ ગયો છે. ક્રમાંકિત ખેલાડી એલેકઝાન્ડર બુબ્લિકને હરાવી 35 વર્ષ બાદ આ સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. સુમિત નાગલ અને વિરાટ કોહલી સાથે પણ છે ખાસ સંબંધ, આવો જાણીએ

ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં છવાઇ ગયો છે. ક્રમાંકિત ખેલાડી એલેકઝાન્ડર બુબ્લિકને હરાવી 35 વર્ષ બાદ આ સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. સુમિત નાગલ અને વિરાટ કોહલી સાથે પણ છે ખાસ સંબંધ, આવો જાણીએ

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Sumit Nagal | Indian Tennis Player | Sports News Gujarati

Sumit Nagal: સુમિત નાગલ ભારતીય ટેનિસ ખેલાડી જેને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇતિહાસ રચ્યો

ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે મંગળવારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેળવેલી જીત સાથે પોતાનું નામ ઇતિહાસના ચોપડે નોંધાવ્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં વર્ષ 1989 બાદથી કોઇ ભારતીય ખેલાડીએ ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો ન હતો જે કારનામું સુમિત નાગલે કરી બતાવ્યું છે. 31મા ક્રમાંકિત એલેકઝાંડર બુબ્લિકને હરાવી સુમિત નાગલ 35 વર્ષ બાદ આ સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

Advertisment

સુમિત નાગલે તેની સિંગલ્સ કરિયરની સૌથી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં 31મા ક્રમાંકિત એલેકઝાન્ડર બુબ્લિકને હરાવી ઇતિહાસ રચી દીધો. આ જીત ભારતીય ટેનિસ જગતમાં સુવર્ણ અક્ષરે લખાઇ છે. 35 વર્ષ પહેલા ભારતીય ટેનિસ ખેલાડી રમેશ ક્રિશ્નને વિલેન્ડરને ગ્રાન્ડ સ્લેમમાં હરાવ્યો હતો. જે બાદ જીત મેળવનાર સુમિત નાગલે આ જીત મેળવી છે.

કઝાકિસ્તાનના બુબ્લિકને 6-4, 6-2 અને 7-6 થી હરાવનાર સુમિત નાગલ આજે હિરો બની ગયો છે. જોકે સુમિત નાગલની આ ઐતિહાસિક જીત પાછળ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો મોટો રોલ છે. ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વર્ષ 2017 થી સુમિત નાગલ ને સાથ આપી રહ્યા છે. સુમિત નાગલ જ્યારે નબળી આર્થિત સ્થિતિથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વિરાટ કોહલી ફાઉન્ડેશન મદદે આવ્યું હતું.

Advertisment

વિરાટ કોહલી આવ્યો મદદે

સુમિત નાગલે મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વિરાટ કોહલી ફાઉન્ડેશન વર્ષ 2017થી મને મદદ કરી રહ્યુંછે. હું સારુ પ્રદર્શન કરી શકતો ન હતો અને મારી આર્થિક સ્થિતિ એકદમ નબળી હતી એ કપરા દિવસોમાં વિરાટ કોહલી મારી મદદે આવ્યા હતા. જો એ મદદ ન કરી હોત તો હું નથી જાણતો કે મારી સાથે શું થયું હોત? આજે હું ક્યાં હોત?

સુમિત નાગલ ટેનિસ ખેલાડી

સુમિત નાગલ એક ભારતીય ટેનિસ ખેલાડી છે. જેમનો જન્મ 16 ઓગસ્ટ, 1997 માં હરિયાણામાં થયો હતો. સુમિત નાગલના પિતા સુરેશ નાગલ એક શિક્ષક છે અને માતા કૃષ્ણા દેવી ગૃહિણી છે. સુમિત નાગલે આઠ વર્ષની ઉંમરે લોકલ સ્પોર્ટસ ક્લબમાં ટેનિસ રમવાનું શરુ કર્યું હતું. 10 વર્ષની ઉંમરે મહેશ ભૂપતિની એકેડેમીમાં પસંદગી થતાં 2008 થી 2010 સુધી બેંગલોરમાં તાલીમ લીધી હતી.

પ્રથમ જુનિયર વિંબલડન એવોર્ડ

સુમિત નાગલે વર્ષ 2015 માં ઇન્ડિયા એફ 8 ટુર્નામેન્ટમાં ગુસ્તાવો વેલબેકને 6-2, 6-0 થી હરાવી પોતાનું પહેલું આઇટીએફ ફ્યૂચર્સ ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ સુમિત નાગલે રોનિત સિંહ બિષ્ટને 6-3, 6-4 થી હરાવી ભારત એફ 11 ટાઇટલ જીત્યું હતું. વિયતનામની ખેલાડી લી હોઆંગ સાથે 2015 માં વિંબલડન યુગલ ટાઇટલ જીત્યું હતું.

દેશ દુનિયાના ક્રિકેટ સહિત લેટેસ્ટ સ્પોર્ટ્સ ન્યૂઝ અહીં ક્લિક કરી જાણી શકો છો.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities સ્પોર્ટ્સ