IND vs AUS Rohit Sharma News: રોહિત શર્મા સિડની ખાતે શુક્રવારથી શરુ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ 11માં નથી. રોહિતે પોતાને આરામ આપવાનો મોટો નિર્ણય લીધો છે અને જસપ્રીત બુમરાહ ટીમની આગેવાની કરી રહ્યો છે. ટોસ સમયે જસપ્રીત બુમરાહે એવું કહ્યું હતું કે, રોહિત શર્માએ પોતાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. જોકે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરનો મત અલગ છે. તેનું માનવું છે કે રોહિત તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને હવે તે રિટાયરમેન્ટ માટે આગળ વધી રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરિઝમાં ચોથી મેલબોર્ન ટેસ્ટ મેચ બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ડ્રેસિંગ રૂમ વચ્ચેની વાતચીત વાયરલ થઈ હતી. રોહિત શર્મા સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ રોહિત મેદાન પર વધુ ટકી શક્યો નહીં અને સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. આ પછી રોહિતે પોતે આરામ કરવાનો નિર્ણય લીધો છે.
રોહિત શર્મા મામલે થઇ રહેલી ચર્ચાઓ વચ્ચે સુનિલ ગાવસ્કરે રોહિત શર્મા વિશે મોટું નિવેદન આપ્યું છે. સ્ટાર સ્પોર્ટસ સાથે વાત કરતા ગાવસ્કરે કહ્યું કે, મને લાગે છે કે ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકશે નહીં.
રોહિત શર્મા માટે મેલબોર્ન ટેસ્ટ આખરી
સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે મેલબોર્ન ટેસ્ટ રોહિતની છેલ્લી ટેસ્ટ હશે. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઈંગ્લેન્ડ શ્રેણીથી થશે અને આ માટે ટીમ ઈન્ડિયા 2027ની ફાઈનલ સુધી રમવાનો વિકલ્પ શોધશે.
તેમણે ઉમેર્યું કે ભારત ફાઇનલમાં પહોંચશે કે કેમ તે અલગ બાબત છે, પરંતુ મને લાગે છે કે પસંદગી સમિતિ પણ આવું જ કરશે. તેથી મને લાગે છે કે અત્યારે આપણે રોહિતને મેલબોર્ન ખાતે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમતા જોયો છે.”
રવિ શાસ્ત્રી ભૂતપૂર્વ કોચ
અહીં નોંધનિય છે કે, સિડની ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો તેનું આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ જશે.
ભારત જીતે તો પણ ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી હારી જાય તેવી પ્રાર્થના કરવી પડશે. આ સ્થિતિમાં ભારત ફાઇનલમાં પહોંચી શકે છે.
આ પણ વાંચો | AUS vs IND સિડની ટેસ્ટ મેચ લાઇવ સ્કોર અપડેટ જાણો
ગાવસ્કરના મતે ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જવાનું મુશ્કેલ બની રહ્યું છે અને જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં નહીં પહોંચે તો મેલબોર્ન ટેસ્ટ રોહિતની છેલ્લી ટેસ્ટ હશે, કારણ કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો રોહિત ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે.





