સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 287 રન બનાવ્યા, આઈપીએલમાં પોતાનો જ હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો

IPL Highest Team score : ટ્રેવિસ હેડે 41 બોલમાં 8 સિક્સર અને 9 ફોરની મદદથી 102 રન બનાવ્યા. હેનરિચ ક્લાસેને 31 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે 67 રન બનાવ્યા

IPL Highest Team score : ટ્રેવિસ હેડે 41 બોલમાં 8 સિક્સર અને 9 ફોરની મદદથી 102 રન બનાવ્યા. હેનરિચ ક્લાસેને 31 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે 67 રન બનાવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Highest Team Scores, sunrisers hyderabad

સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 287 રન બનાવી આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો (તસવીર - આઈપીએલ ટ્વિટર)

IPL Team Highest Innings Totals : આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 287 રન બનાવી આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા.

Advertisment

ટ્રેવિસ હેડની આઈપીએલમાં ચોથી ફાસ્ટેસ્ટ સદી

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડ આરસીબી સામે આક્રમક બેટિંગ કરીને સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 39 બોલમાં ફોર સાથે સદી પુરી કરી હતી. હેડે આ મેચમાં 41 બોલમાં 8 સિક્સર અને 9 ફોરની મદદથી 102 રન બનાવ્યા હતા. આ હેડની આઈપીએલ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી છે.

હેડે 39 બોલમાં સદી ફટકારીને એબી ડિવિલિયર્સ અને ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો છે. ગિલક્રિસ્ટે 42 બોલમાં અને ડી વિલિયર્સે 43 બોલમાં સદી ફટકારી હતી. હેડ આ લીગમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયો છે. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. 2013માં ગેઇલે 30 બોલમાં સદી ફટકારી હતી.

આ પણ વાંચો - ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી, ગિલક્રિસ્ટ અને ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

Advertisment

આઈપીએલના ટોપ 5 હાઇએસ્ટ સ્કોર

ટીમસ્કોરહરિફવર્ષસ્થળ
સનરાઇઝર્સ હૈદરાબાદ287/3રોયલ ચેલેન્જર્સ બેંગલોર2024બેંગલોર
સનરાઇઝર્સ હૈદરાબાદ277/3મુંબઈ ઇન્ડિયન્સ2024હૈદરાબાદ
કોલકાતા નાઇટ રાઇડર્સ272/7દિલ્હી કેપિટલ્સ2024વિશાખાપટ્ટનમ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર263/5પૂણે વોરિયર્સ2013બેંગલોર
લખનઉ સુપર જાયન્ટ્સ257/5પંજાબ કિંગ્સ2023મોહાલી

ક્લાસેનની આક્રમક અડધી સદી

ટ્રેવિસ હેડની સદી સિવાય હેનરિચ ક્લાસેને પણ આક્રમક બેટિંગ કરી હતી. ક્લાસેને 31 બોલમાં 2 ફોર 7 સિક્સર સાથે 67 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 34, એડન માર્કરામે અણનમ 32 અને અબ્દુલ શમદે અણનમ 37 રન ફટકાર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર IPL સ્પોર્ટ્સ