Suryakumar Yadav : શું સૂર્યકુમાર યાદવે ODI છોડીને માત્ર T20 રમવી જોઈએ? તેના આંકડા બધું જ કહી જાય છે

આ ઝડપી ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવે ફરી સાબિત કરી દીધું કે તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાની બેટિંગને કારણે ટ્રોલ થઈ રહેલા સૂર્યાએ પોતાની ઇનિંગથી ટ્રોલ્સને જવાબ આપ્યો હતો.

Written by Ankit Patel
November 24, 2023 11:24 IST
Suryakumar Yadav : શું સૂર્યકુમાર યાદવે ODI છોડીને માત્ર T20 રમવી જોઈએ? તેના આંકડા બધું જ કહી જાય છે
સૂર્યકુમાર યાદવ (તસવીર - એએનઆઈ)

Suryakumar Yadav, T20 sports news : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સીરીઝની ધમાકેદાર શરૂઆત કરી છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20માં ભારતીય ટીમે 2 વિકેટે જીત મેળવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 209 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ જીતમાં સૂર્યાની વિસ્ફોટક ઇનિંગ્સનો સૌથી મોટો ફાળો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે તેણે 42 બોલમાં 80 રનની તોફાની ઇનિંગ રમી હતી.

સૂર્યા T20નો વર્લ્ડ ક્લાસ ખેલાડી છે.

ગઈકાલની આ ઈનિંગ બાદ સૂર્યકુમાર યાદવે ફરી એકવાર સાબિત કર્યું કે તે આ ઝડપી ફોર્મેટમાં વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાની બેટિંગને કારણે ટ્રોલ થઈ રહેલા સૂર્યાએ પોતાની ઇનિંગથી ટ્રોલ્સને જવાબ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવની આ ઈનિંગે ફરી સવાલ ઉઠાવ્યો છે કે શું તેણે માત્ર T20 ફોર્મેટ જ રમવું જોઈએ, કારણ કે T20માં સૂર્યાના આંકડા આશ્ચર્યજનક છે. જ્યારે પણ તે રન બનાવે છે ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 200 ની આસપાસ હોય છે. જોકે, વનડેમાં તેના આંકડા બિલકુલ સારા નથી.

T20 અને ODIમાં સૂર્યકુમારના આંકડા

ODI અને T20 ફોર્મેટમાં આ ખેલાડીના આંકડા સાવ વિપરીત છે. T20માં સૂર્યાએ 54 મેચોમાં 46.85ની એવરેજ અને 173.37ની સ્ટ્રાઈક રેટથી 1921 રન બનાવ્યા છે. તેણે T20માં 108 સિક્સર ફટકારી છે. સૂર્યાએ T20 ફોર્મેટમાં 3 સદી અને 16 અડધી સદી ફટકારી છે. જ્યારે ODIમાં તેના આંકડા સાવ વિપરીત છે. 37 ODI મેચ રમી રહેલા સૂર્યાએ 35 ઇનિંગ્સમાં 25.76ની એવરેજ અને 105.02ની સ્ટ્રાઇક રેટથી માત્ર 773 રન બનાવ્યા છે. વનડેમાં તેના બેટમાંથી માત્ર 19 છગ્ગા જ આવ્યા છે. તેણે વનડેમાં માત્ર 4 અડધી સદી ફટકારી છે.

સૂર્યા વર્લ્ડ કપમાં પોતાની ભૂમિકા નિભાવી શક્યો નહોતો

સૂર્યાના આ આંકડાઓ બાદ સવાલ એ ઊભો થાય છે કે શું તેને માત્ર T20 ફોર્મેટમાં જ રમવું જોઈએ? વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ્યારે સૂર્યાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે સૂર્યને 50-50 ફોર્મેટમાં તે જ ભૂમિકા ભજવવાની છે જેવી તે T20માં કરે છે. તેણે પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરવાની છે, પરંતુ વર્લ્ડ કપમાં આવું ન થયું. સૂર્યાએ વર્લ્ડ કપની 7 ઇનિંગ્સમાં 17.66ની એવરેજથી માત્ર 106 રન બનાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ