Suryakumar Yadav Records 100 sixes in T20i: સૂર્યકુમાર યાદવ ફોર્મમાં આવતાં જ બેટ બોલવા લાગ્યું છે. ભારતીય ટીમના સ્ફોટક ખેલાડી સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાં ત્રીજી અને મહત્વની મેચમાં પોતાનો પાવર બતાવ્યો છે. પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતને આ મેચ જીતવી જરૂરી હતી એવા સમયે સૂર્યકુમાર યાદવે ધુંઆધાર બેટીંગ કરી ટીમને જીત અપાવી છે. સૂર્યકુમાર યાદવે માત્ર 44 બોલમાં 188 સ્ટ્રાઇક રેટ સાથે 83 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવ ની સ્ફોટક ઇનિંગને લીધે ભારતે 7 વિકેટથી વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું. આ સાથે જ પાંચ મેચની સીરીઝ પણ જીવંત બની રહી. સૂર્યકુમારે આ મેચમાં માત્ર 23 બોલમાં જ અર્ધ સદી પૂરી કરી હતી અને 44 બોલમાં 83 રન બનાવ્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભારતની જીત સાથે સૂર્યકુમાર યાદવે પણ રેકોર્ડ બનાવ્યો.
રોહિત શર્મા, વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર – Rohit Sharma, Virat Kohli now Suryakumar Yadav
વેસ્ટ ઇન્ડિઝ સામે સ્ફોટક બેટીંગ કરતાં સૂર્યકુમાર યાદવે ઇન્ટરનેશનલ ટી20 મેચમાં 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો. 100 સિક્સ ઇન ટી20 રેકોર્ડ યાદીમાં સૂર્યકુમાર યાદવે પોતાનું નામ નોંધાવી લીધું. ભારત તરફથી આ સિધ્ધિ મેળવનાર સૂર્યકુમાર યાદવ ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ યાદીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવથી ઉપર છે.
સૂર્યકુમાર યાદવ ઝડપી 100 સિક્સ – Suryakumar Fast 100 Sixes in T20
ટી20 મેચમાં 100 સિક્સ રેકોર્ડસમાં સૂર્યકુમાર યાદવ કરતાં રોહિત અને વિરાટ આગળ છે પરંતુ ઓછી મેચમાં ઝડપી 100 સિક્સ ફટકારવા મામલે સૂર્યકુમાર મોખરે છે. સૂર્યકુમાર યાદવે માત્ર 50 મેચમાં 100 સિક્સ ફટકારી છે જ્યારે રોહિત શર્માએ 92 મેચમાં આ સિધ્ધિ મેળવી હતી અને વિરાટ કોહલીએ 104 મેચમાં 100 સિક્સ લગાવી છે. વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો એવિન લુઇસ બાદ સૂર્યકુમાર યાદવ ઝડપી 100 સિક્સ ફટકારવામાં બીજા ક્રમે છે.
સૂર્યકુમાર યાદવ ટી20 દેખાવ – Suryakumar Yadav T20i Career
ભારતીય સ્ફોટક ખેલાડી સૂર્યકુમાર યાદવ આઇપીએલ ઉપરાંત ઇન્ટરનેશનલ ટી20 મેચમાં પણ શાનદાર દેખાવ કરી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ 51 મેચમાં 49 ઇનિંગ રમ્યો છે. જેમાં 10 વખત નોટ આઉટ રહ્યો છે અને 174.3 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 1780 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવનો હાઇએસ્ટ સ્કોર 117 રન છે. સૂર્યકુમારે 3 સદી અને 14 અર્ધ સદી ફટકારી છે. સૂર્યકુમાર યાદવે સ્ફોટક બેટિંગ કરતાં 162 ચોગ્ગા અને 101 છગ્ગા લગાવ્યા છે.