Syed Mushtaq Ali Trophy Record : ભારતની ઘરેલુ ટી-20 શ્રેણી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમના ઘણા સ્ટાર્સ ખેલાડીઓ સિવાય યુવા ખેલાડીઓ પણ રમી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ઘણા યુવા સ્ટાર્સ સામે આવ્યા છે જેણે પોતાની આક્રમક શૈલીથી બધાને પ્રભાવિત કર્યા છે. સૈયદ અલી મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર આવા 5 યુવા ખેલાડી અહીં જણાવી રહ્યા છીએ.
ઉર્વિલ પટેલ (ગુજરાત)
ગુજરાતનો ઉર્વિલ પટેલ હાલ સૌથી વધારે ચર્ચામાં છે. તેણે આ ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારી છે. તેણે એક સપ્તાહની અંદર બીજી ટી-20 સદી ફટકારી છે. તે 40 બોલની અંદર બે ટી-20 સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઉર્વિલે ત્રિપુરા સામે 28 બોલમાં અને ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ઉર્વિસ કરતા માત્ર એસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ જ આગળ છે. જોકે ઉર્વિલને આઈપીએલ હરાજીમાં કોઇએ ખરીદ્યા ન હતો. ઉર્વિલે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 315 રન બનાવ્યા છે.
ભાનુ પનિયા (બરોડા)
બરોડાનો ભાનુ પનિયા નવા સ્ટાર તરીકે સામે આવી રહ્યો છે. તેણે સિક્કમ સામેની મેચમાં 42 બોલમાં સદી ફટકારી હતી. ભાનુ પનિયાએ 134 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભાનુ પનિયાએ 51 બોલમાં 5 ફોર 15 સિક્સ ફટકારી હતી. ભાનુ પનિયાએ 262.75 રનની સ્ટ્રાઇક રેટ સાથે તોફાની બેટીંગ કરી હતી. એક ઇનિંગમાં 15 સિક્સ ફટકારી ભાનુ પનિયાએ ટી20 ક્રિકેટમાં અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. જેના કારણે બરોડાએ 20 ઓવરમાં 349 રન બનાવી ટી 20નો સૌથી હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. ભાનુ પનિયાએ 7 મેચમાં 254 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતના ઉર્વિલ પટેલે 36 બોલમાં સદી ફટકારી, ટી-20નો આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
હાર્વિક દેસાઇ (સૌરાષ્ટ્ર)
સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઇએ પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 305 રન બનાવ્યા છે. તેણે 158.03ની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા છે. 36 ફોર અને 3 સિક્સર ફટકારી છે. કુલ 3 અડધી સદી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 76 રન છે. જે બરોડા સામે ફટકાર્યા હતા.
શકીબુલ ગની (બિહાર)
બિહારનો શકીબુલ ગની પણ ચર્ચામાં રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 65.20ની એવરેજથી 326 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 150ની ઉપર રહી છે. તેણે 38 ફોર અને 10 સિક્સર ફટકારી છે. તેણે મિઝોરમ સામે 66 બોલમાં 13 ફોર 5 સિક્સર સાથે અણનમ 120 રન બનાવ્યા હતા.
જગજિત સિંહ સંધુ (ચંદીગઢ)
ચંદીગઢનો રાઇટ આર્મ મીડિયમ બોલર જગજિત સિંહ સંધૂએ પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં 5 મેચમાં 12.25ની એવેરજથી 12 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 38 રનમાં 5 વિકેટ છે.