India And Pakistan In T20 World Cup: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિ ફાઇનલમાં 10 નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. તે 9 નવેમ્બરે પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાનની ટીમ 15 વર્ષો પછી એકસાથે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા બન્ને 2007માં એકસાથે સેમિ ફાઇનલમાં પહોંચ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ચોથી વખત સેમિ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ભારતીય ટીમ 2007માં એમએસ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. આ પછી તે ફક્ત એક વખત ફાઇનલમાં પહોંચી શકી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ છઠ્ઠી વખત ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. તે સૌથી વધારે સેમિ ફાઇનલમાં ક્વોલિફાય કરનારી ટીમ છે. જોકે ભારતની જેમ તે ફક્ત એક જ વખત (2009) ચેમ્પિયન બની શકી છે.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2022 : આઈસીસીનો મોટો નિર્ણય, સેમિ ફાઇનલ, ફાઇનલ માટે બદલ્યો નિયમ
ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
વર્ષ | ટીમનું પ્રદર્શન |
2007 | ચેમ્પિયન |
2009 | સુપર-8માં સ્થાન મેળવ્યું |
2010 | સુપર-8માં સ્થાન મેળવ્યું |
2012 | સુપર-8માં સ્થાન મેળવ્યું |
2014 | ફાઇનલમાં |
2016 | સેમિ ફાઇનલમાં |
2021 | સુપર-12માં સ્થાન મેળવ્યું |
ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન
વર્ષ | ટીમનું પ્રદર્શન |
2007 | ફાઇનલમાં |
2009 | ચેમ્પિયન |
2010 | સેમિ ફાઇનલમાં |
2012 | સેમિ ફાઇનલમાં |
2014 | સુપર-10માં |
2016 | સુપર-10માં |
2021 | સેમિ ફાઇનલમાં |
ટીમ ઇન્ડિયા માટે 2007 ટી-20 વર્લ્ડ કપમાં જેવા સમીકરણ બન્યા હતા તેવા 15 વર્ષ પછી હવે બની રહ્યા છે. 2007માં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ હતી. પાકિસ્તાનનો તે મેચમાં 6 વિકેટે વિજય થયો હતો.