T20 World Cup 2022, Ind vs Pak : કિંગ કોહલીની લડાયક બેટિંગ, ભારતે પાકિસ્તાનને પછાડ્યું

India vs Pakistan Score : વિરાટ કોહલીના 53 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અણનમ 82 રન, હાર્દિક અને વિરાટ વચ્ચે 78 બોલમાં 113 રનની ભાગીદારી

Written by Ashish Goyal
Updated : October 23, 2022 18:24 IST
T20 World Cup 2022,  Ind vs Pak : કિંગ કોહલીની લડાયક બેટિંગ, ભારતે પાકિસ્તાનને પછાડ્યું
ભારત વિ. પાકિસ્તાન મેચ

India vs Pakistan Score : વિરાટ કોહલીના લડાયક અણનમ 82 અને હાર્દિક પંડ્યાના 40 રનની મદદથી ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. જે ભારતે અંતિમ બોલે જીત મેળવી લીધી હતી. શાનદાર બેટિંગ કરનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારત હવે 27 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે ટકરાશે.

ભારત ઇનિંગ્સ

  • વિરાટ કોહલીના 53 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અણનમ 82 રન
  • દિનેશ કાર્તિકે 1 રને આઉટ
  • હાર્દિક અને વિરાટ વચ્ચે 78 બોલમાં 113 રનની ભાગીદારી નોંધાઇ હતી
  • હાર્દિક પંડ્યાના 37 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 40 રન
  • વિરાટ કોહલીએ 43 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
  • ભારતે 15 ઓવરમાં 100 રન પુરા કર્યા
  • ભારતે 10.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • અક્ષર પટેલ 2 રને રન આઉટ થયો
  • સૂર્યકુમાર યાદવના 10 બોલમાં 2 ફોર સાથે 15 રન
  • રોહિત શર્મા 4 રને રઉફનો શિકાર બન્યો
  • કેએલ રાહુલ 4 રન બનાવી નશીમ શાહની ઓવરમાં બોલ્ડ

પાકિસ્તાન ઇનિંગ્સ

  • અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યાની 3-3 વિકેટ, શમી, ભુવનેશ્વરને 1-1 વિકેટ ઝડપી
  • પાકિસ્તાનના 20 ઓવરમાં 8 વિકેટે 159 રન
  • શાન મસૂદના 42 બોલમાં 5 ફોર સાથે અણનમ 52 રન
  • શાહિન શાહ આફ્રિદી 16 રને ભુવનેશ્વરની ઓવરમાં કેચ આઉટ થયો
  • હૈદર અલી 2 રને હાર્દિક પંડ્યાનો બીજો શિકાર બન્યો
  • શાદાબ ખાન 5 રને આઉટ
  • ઇફ્તિખાર અહમદ 51 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો
  • ઇફ્તિખાર અહમદે 32 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી
  • પાકિસ્તાને 9 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • બાબર આઝમ પ્રથમ બોલે ગોલ્ડન ડક આઉટ
  • રિઝવાનને 4 રને આઉટ કરી અર્શદીપે બીજી વિકેટ ઝડપી. પાકિસ્તાને 15 રને બીજી વિકેટ ગુમાવી
  • ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
  • પંત અને ચહલને પ્લેઇંગ ઇલેવનમાં તક ના મળી

ભારતીય ટીમ – રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

પાકિસ્તાનની ટીમ – બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, ઇફ્તિખાર અહમદ, હૈદર અલી, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, નસીમ શાહ, હારિસ રઉફ, શાહિન શાહ આફ્રિદી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ