India vs Pakistan Score : વિરાટ કોહલીના લડાયક અણનમ 82 અને હાર્દિક પંડ્યાના 40 રનની મદદથી ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. જે ભારતે અંતિમ બોલે જીત મેળવી લીધી હતી. શાનદાર બેટિંગ કરનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારત હવે 27 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે ટકરાશે.
ભારત ઇનિંગ્સ
- વિરાટ કોહલીના 53 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અણનમ 82 રન
- દિનેશ કાર્તિકે 1 રને આઉટ
- હાર્દિક અને વિરાટ વચ્ચે 78 બોલમાં 113 રનની ભાગીદારી નોંધાઇ હતી
- હાર્દિક પંડ્યાના 37 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 40 રન
- વિરાટ કોહલીએ 43 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
- ભારતે 15 ઓવરમાં 100 રન પુરા કર્યા
- ભારતે 10.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
- અક્ષર પટેલ 2 રને રન આઉટ થયો
- સૂર્યકુમાર યાદવના 10 બોલમાં 2 ફોર સાથે 15 રન
- રોહિત શર્મા 4 રને રઉફનો શિકાર બન્યો
- કેએલ રાહુલ 4 રન બનાવી નશીમ શાહની ઓવરમાં બોલ્ડ
પાકિસ્તાન ઇનિંગ્સ
- અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યાની 3-3 વિકેટ, શમી, ભુવનેશ્વરને 1-1 વિકેટ ઝડપી
- પાકિસ્તાનના 20 ઓવરમાં 8 વિકેટે 159 રન
- શાન મસૂદના 42 બોલમાં 5 ફોર સાથે અણનમ 52 રન
- શાહિન શાહ આફ્રિદી 16 રને ભુવનેશ્વરની ઓવરમાં કેચ આઉટ થયો
- હૈદર અલી 2 રને હાર્દિક પંડ્યાનો બીજો શિકાર બન્યો
- શાદાબ ખાન 5 રને આઉટ
- ઇફ્તિખાર અહમદ 51 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો
- ઇફ્તિખાર અહમદે 32 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી
- પાકિસ્તાને 9 ઓવરમાં 50 રન પુરા કર્યા
- બાબર આઝમ પ્રથમ બોલે ગોલ્ડન ડક આઉટ
- રિઝવાનને 4 રને આઉટ કરી અર્શદીપે બીજી વિકેટ ઝડપી. પાકિસ્તાને 15 રને બીજી વિકેટ ગુમાવી
- ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
- પંત અને ચહલને પ્લેઇંગ ઇલેવનમાં તક ના મળી
ભારતીય ટીમ – રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
પાકિસ્તાનની ટીમ – બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, ઇફ્તિખાર અહમદ, હૈદર અલી, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, નસીમ શાહ, હારિસ રઉફ, શાહિન શાહ આફ્રિદી.