/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/Monty-Panesar.jpg)
ઇંગ્લેન્ડની ટીમનો પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસર હાલ ભારતમાં લીજેડ્સ લીગ ક્રિકેટમાં રમી રહ્યો છે
T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપનો (T20 World Cup 2022) પ્રારંભ થશે. ભારત સહિત બધા દેશોએ ટીમોની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે (Monty Panesar)ટી-20 વર્લ્ડ કપ-2022ની ફાઇનલમાં પહોંચનાર બે ટીમોની ભવિષ્યવાણી કરી છે. આ સિવાય ટીમ ઇન્ડિયાનો પ્લાન ટી-20 વર્લ્ડ કપમાં શું હોવો જોઈએ તે વિશે પણ વાત કરી છે. ઇંગ્લેન્ડની ટીમનો પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસર હાલ ભારતમાં લીજેડ્સ લીગ ક્રિકેટમાં રમી રહ્યો છે.
મોન્ટી પાનેસરે કહ્યું કે યજમાન ઓસ્ટ્રેલિયા નિશ્ચિત રીતે એક ટીમ ફાઇનલમાં પહોંચનારી હોઇ શકે છે. ભારતના પણ ફાઇનલમાં રમવાના આસાર છે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ફાઇનલ રમાઇ શકે છે.
પાનેસરે રિષભ પંતને લઇને કહ્યું કે તેણે રિસ્કી શોટ રમવાથી બચવું જોઈએ. કારણ કે તે દિનેશ કાર્તિકને પડકાર આપી રહ્યો છે. પંત મહત્વપૂર્ણ સમયે ખરાબ શોટ રમીને આઉટ થઇ જાય છે. જેના કારણે ટીમ દબાણમાં આવી જાય છે. તેણે એ નક્કી કરવું પડશે કે ટીમ ખરાબ સ્થિતિમાં હોય તો આવા પ્રસંગે ક્રોસ કે રિવર્સ સ્વીપ ખેલવાના બદલે જમીની શોટ રમીને બાઉન્ડ્રી લગાવવી જોઈએ. એક વખત ટીમ મજબૂત સ્થિતિમાં આવી જાય તો તે ખુલીને શોટ રમી શકે છે.
પાનેસરે કહ્યું કે ભારતે પોતાના મજબૂત પક્ષ સ્પિન પર ટકી રહેવું પડશે. બધા દેશો ઓસ્ટ્રેલિયાની પિચ પર ફાસ્ટ બોલરોને રમવા માટે તૈયાર હશે. ત્યાં બોલ વધારે ઉછાળ સાથે આવે છે જેથી પુલ અને કટ લગાવવા આસાન હોય છે. આવામાં ભારતીય બોલર સારી સ્પિન કરાવે છે તો તે છૂપા રુસ્તમ સાબિત થઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us