ટી-20 વર્લ્ડ કપ 2022 : 13 નવેમ્બરે નહીં રમાય ફાઇનલ? શું પાકિસ્તાન અને ઇંગ્લેન્ડે શેર કરવી પડશે ટ્રોફી

ટી-20 વર્લ્ડ કપ 2022 : ફાઇનલ માટે ટૂર્નામેન્ટનો નિયમ છે કે મેચમાં પરિણામ માટે બન્ને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે

ટી-20 વર્લ્ડ કપ 2022 : ફાઇનલ માટે ટૂર્નામેન્ટનો નિયમ છે કે મેચમાં પરિણામ માટે બન્ને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે 13 નવેમ્બરે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે (તસવીર - ટ્વિટર)

T20 World Cup 2022 Final Weather Report: ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે 13 નવેમ્બરે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે રવિવારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછીના રિઝર્વ ડે (સોમવાર)ના દિવસે પણ વરસાદનો ખતરો છે. જો વરસાદ પડશે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. મેલબોર્નમાં રવિવારે 100 ટકા વરસાદની સંભાવના છે. આ દરમિયાન 25 મીમી વરસાદ થઇ શકે છે.

Advertisment

ઇએસપીએન ક્રિકઇન્ફોના મતે મોસમ વિભાગે જાણકારી આપી છે કે વરસાદની સંભાવના લગભગ 100 ટકા છે. ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મેચના રિઝર્વ ડે એટલે કે સોમવારે 95 ટકા વરસાદની સંભાવના છે. આ દિવસે પાંચથી 10 મીમી વરસાદ થઇ શકે છે. ફાઇનલ માટે ટૂર્નામેન્ટનો નિયમ છે કે મેચમાં પરિણામ માટે બન્ને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડ સામે પરાજય પછી રડી પડ્યો રોહિત શર્મા, રાહુલ દ્રવિડે આપી સાંત્વના, જુઓ Video

રિઝર્વ ડે પહેલા જ ઓવર ઓછી કરી દેવામાં આવશે

વરસાદના કારણે બન્ને દિવસની રમત નહીં રમાય તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાને ટ્રોફી શેર કરવી પડશે. રિપોર્ટ પ્રમાણે રિઝર્વ ડે ના દિવસે પ્રથમ પ્રાથમિકતા મેચને પુરી કરવા પર રહેશે. તેનો અર્થ એ છે કે રિઝર્વ ડે પહેલા જ ઓવર ઓછી કરી દેવામાં આવશે. મેચ રવિવારે રમાશે અને પુરી નહીં થાય તો બીજા દિવસે મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાં મેચ અટકી હતી. ટોસ થયા પછી મેચ લાઇવ માનવામાં આવશે.

Advertisment

તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા બનશે

ઓસ્ટ્રેલિયાના સમય પ્રમાણે મેચ સાત કલાકે શરૂ થશે. રિઝર્વ ડે પર સ્થાનીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે શરુ થશે. રવિવારે ફાઇનલના દિવસે ફક્ત 30 મિનિટનો વધારો સમય આપવામાં આવ્યો છે. જો રિઝર્વ ડે નો ઉપયોગ કરવામાં આવશે તો ચાર કલાકનો અતિરિક્ત સમય ઉપલબ્ધ રહેશે. આ પછી જો ટીમ 10-10 ઓવરની મેચ નહીં રમે શકે તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા બનશે.

ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ