PAK vs ENG Final Updates: પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી બેન સ્ટોક્સની અણનમ અડધી સદી (52)ની મદદથી આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ઇંગ્લેન્ડ બીજી વખત ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2010માં ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. હાલમાં વન-ડે વર્લ્ડ કપનું ચેમ્પિયન પણ ઇંગ્લેન્ડ છે. 2019નો વન-ડે વર્લ્ડ કપ ઇંગ્લેન્ડે જીત્યો હતો.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
- બેન સ્ટોક્સના 49 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અણનમ 52 રન
- મોઇન અલી 19 રને બોલ્ડ
- બ્રુક 20 રને શાદાબની ઓવરમાં કેચ આઉટ થયો
- ઇંગ્લેન્ડે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા
- જોશ બટલરના 17 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 26 રન
- ફિલિપ સાલ્ટ 10 રને કેચ આઉટ થયો
- એલેક્સ હેલ્સ પ્રથમ ઓવરમાં જ 1 રને આફ્રિદીની ઓવરમાં બોલ્ડ
પાકિસ્તાન ઇનિંગ્સ
- સેમ કુરેને 12 રનમાં 3 વિકેટ ઝડપી
- પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 138 રનનો પડકાર મળ્યો
- મોહમ્મદ વસીમ 4 રને કેચ આઉટ
- મોહમ્મદ નવાઝ 5 રને આઉટ
- શાદાબ ખાન 20 રને જોર્ડનનો શિકાર બન્યો
- શાન મસૂદના 28 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 38 રન
- પાકિસ્તાને 14.3 ઓવરમાં 100 રન પુરા કર્યા
- ઇફ્તિખાર શૂન્ય રને આઉટ
- બાબર આઝમ 28 બોલમાં 2 ફોર સાથે 32 રને આઉટ
- પાકિસ્તાને 8 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- મોહમ્મદ હારિસ 8 રન બનાવી રશિદની ઓવરમાં કેચ આઉટ.
- મોહમ્મદ રિઝવાન 15 રન બનાવી કરનની ઓવરમાં બોલ્ડ.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પાકિસ્તાન : મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હારિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી.
ઇંગ્લેન્ડ – જોશ બટલર, એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ.