/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Rohit-Sharma.jpg)
રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે (તસવીર સોર્સ - સ્ક્રીનશોટ)
India vs England Semi-Final: રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાનો ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે પરાજય થયો છે. આ સાથે જ ભારતના વર્લ્ડ કપના અભિયાનનો અંત આવ્યો છે. ટીમ ઇન્ડિયાના પરાજય પછી રોહિત શર્મા ડગઆઉટમાં પોતાની ભાવના પર કાબુ રાખી શક્યો ન હતો અને આંખોમાંથી આંસુ આવી ગયા હતા. કોચ રાહુલ દ્રવિડે રોહિત શર્માને સાંત્વના આપી હતી. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઇંગ્લેન્ડ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં
આ જીત સાથે ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 16 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. ઇંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સ અણનમ 86 રન અને જોશ બટલરે અણનમ 80 રન બનાવ્યા હતા.
Rohit Sharma Tears After Loss Against England in Semifinals.#RohitSharma#KLRahul#Chokers#INDvENG#T20Iworldcup2022#YuziChahalpic.twitter.com/R0xe9fLXId
— yasharth shringi (@yash_shringi83) November 10, 2022
ખેલાડીઓને દબાણ સહન કરવાનું અલગથી શીખવાડી શકીએ નહીં - રોહિત શર્મા
મેચ પછી પ્રેઝનટેશન સેરેમનીમાં રોહિત શર્માએ કહ્યું કે આ નિરાશાજનક છે. અમે સારી બેટિંગ કરી હતી પણ અમારી બોલિંગ સારી રહી ન હતી. નોકઆઉટમાં દબાણ ઘણું મહત્વનું હોય છે. આ ખેલાડીઓ પર વ્યક્તિગત રુપથી નિર્ભર કરે છે. અમે ખેલાડીઓને આ અલગથી શીખવાડી શકીએ નહીં. કેટલાક ખેલાડીઓને આ દબાણ સહન કરતા આવડે છે કેટલાકને નહીં.
આ પણ વાંચો - વિરાટ કોહલીના નામે નોંધાયેલા છે આ રેકોર્ડ
— Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022
ઇંગ્લેન્ડના ઓપનરોએ શાનદાર બેટિંગ કરી - રોહિત શર્મા
રોહિતે જોશ બટલર અને હેલ્સની પ્રશંસા કરી હતી. રોહિત શર્માએ કહ્યું કે ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. ભુવનેશ્વર કુમારને પ્રથમ ઓવરમાં વિકેટથી મદદ મળી રહી હતી પણ અમે સારી લાઇન-લેન્થ સામે બોલિંગ કરી ન હતી. પહેલી મેચ અમે વાપસી કરતા જોઇ હતી. જોકે આજે અમારા પક્ષમાં આવી ન હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us